વડનગર ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર ૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— શોર્ટફિલ્મ, નુક્કડ નાટકના માધ્યમ થકી વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી અપાઈ :

— ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય & 39; ની ઝાંખી કરાવતો વીજળી મહોત્સવ :

ગરવી તાકાત મહેસાણા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે વડનગર ખાતે વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીના વિઝન અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પાવર@૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો હતો. જેમાં રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ઉર્જા ક્ષેત્રની ભૂમિકાની શોર્ટફિલ્મ અને નુક્કડ નાટક તેમજ નૃત્ય રજૂ કરી મનોરંજન સાથે વિજ ક્ષેત્રે થયેલી પ્રગતિથી શહેરીજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઇ પટેલે જણાવ્યું હું કે વીજળીના ઉત્પાદનમાં ભારતે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી છે અને છેવાડાના ગામડાઓ સુધી વીજળી પહોંચાડી છે. એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા, ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે ૨૪ કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન પણ અનેરું છે. સ્કુલ, કોલેજ, સંસ્થાઓ સહિત તમામ સ્થળોએ વીજ બચતની માહિતી પૂરી પાડી લોકો વીજળીનું મહત્વ સમજે તે માટે વધુ પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે વરસાદી સિઝનમાં પણ સતત ફરજ બજાવતા વીજકર્મીઓની સેવાઓને બિરદાવી હતી.

ધારાસભ્ય અજમલજી ઠાકારે જણાવ્યું કે, રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ સાથે સાંકળીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. સોલાર રૂફ ટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઈકો ફ્રેન્ડલી અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બનીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

સરકારની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ; સૂર્ય ગુજરાત સોલર રરૂફટોપ યોજના, સરદાર કૃષિ જ્યોતિ યોજના, હિત ઉર્જા શક્તિ યોજના, કૃષિ ગ્રામ્ય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વીજ અધિકારી વનેશા,તાલુકા પંચાયત પ્રમુખ પરેશ પટેલ,વડનગર તાલુકા અને શહેરના પદાધિકારીઓ,અધિકારીઓ,પ્રબુધ્ધ નાગરિકો સહિત વિજ વિભાગના અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.