મહેસાણાના ગોપીનાળા પાસેથી રીક્ષામાં ભરી લઇ જવાતા વિદેશી શરાબ સાથે બે ઝડપાયાં 

May 26, 2023

એલસીબીની ટીમે રીક્ષામાંથી 46860 વિદેશી શરાબ સહિત કુલ 1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

રાત્રિ દરમિયાન રીક્ષામાં વિદેશી શરાબનો જથ્થો ભરી સુણસર ગામે લઇ જવાતો હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 26- મહેસાણાના ગોપીનાળામાંથી રીક્ષામાં વિદેશી શરાબનો જથ્થો ભરીને સુણસર તરફ જતાં બે શખ્સોને મહેસાણા એલસીબીની ટીમે ગોપીનાળામાં રીક્ષા અટકાવી ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી શરાબ સહિત કુલ રુ. 1,53,860નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણા જિલ્લા પોલીસવડાએ જિલ્લામાં પ્રોહિબીશન જુગાર સહિતની પ્રવૃતિઓને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એલસીબી પીઆઇ એમ.ડી.ડાભી, રમેશભાઇ, જસ્મીનકુમાર, વનરાજસિહ, આકાશકુમાર, સંજયકુમાર, રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન જસ્મીનકુમાર તથા સંજયકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે,

ઝાલા હરપાલસિંહ ગુલાબસિંહ તથા ઝાલા હરપાલસિંહ હરિસિંહ રહે બંને સુણસરવાળા રાત્રિ દરમિયાન ગોપીનાળામાંથી રીક્ષા નંબર જીજે24ડબલ્યુ-6498માં વિદેશી શરાબનો જથ્થો ભરી પસાર થનાર છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીએ વોચ ગોઠવી ઉપરોક્ત નંબરવાળી રીક્ષા આવતાં રીક્ષા અટકાવી તપાસ કરતાં તેમાંથી રુપિયા 46,860 કિંમતનો દારુ તથા બિયરની બોટલ મળી આવી હતી. એલસીબીએ બે શખ્સોને રીક્ષા સહિત કુલ રુપિયા 1,53,860ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ એ ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0