વિસનગરમાં બે અલગ-અલગ અકસ્માત: કડા રોડ પર કારની ટક્કરે આધેડનું મોત, કાંસા નજીક કાર સાથે અથડાતાં આધેડને ગંભીર ઇજા

February 17, 2026

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માત થયા આ ઘટનાઓમાં કડા નજીક એક આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું જ્યારે કાંસા ગામ પાસે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બેભાન અવસ્થામાં પોલીસે બંને કેસમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રથમ ઘટના વિસનગર તાલુકાના કડા ગામના રોડ પર બની શહેરની સાંકડી શેરીમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા જયકૃષ્ણ રશેશકુમાર પાઠક તેમનું બાઇક (GJ-02-CH-6461) લઈને ફોવેરા કંપની નજીક વિસનગર તરફ જતા રોડ પર ચડી રહ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલી વર્ના કાર (GJ-08-AE-7676) ના ચાલકે તેમના બાઇકને ટક્કર મારી ટક્કરના કારણે જયકૃષ્ણભાઈ નીચે પટકાયા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી તેમને તાત્કાલિક વિસનગર સિવિલ, ત્યાંથી વડનગર સિવિલ અને વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

વિસનગર તાલુકા પોલીસે ભાલક ગામમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી  પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું આ બનાવ અંગે પોલીસે જયકૃષ્ણભાઈના પુત્ર જાગૃત ઉર્ફે ગોપેશના નિવેદનના આધારે વર્ના કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું બીજી ઘટના વિસનગર તાલુકાના કાંસા ગામ નજીક બની રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રાસ્તાપાલ ગામના લાલુરામ નાનજી કલાસુઆ તેમના કુટુંબીઓ જગદીશકુમાર બરંડા, માનશંકર બરંડા અને હરીશચંદ્ર કલાસુઆ સાથે ઊંઝા તાલુકાના ઉનાવા ગામની દરગાહ ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા.

Ahmedabad: Woman dies, child injured after car hits two-wheeler on Sola  Bridge | Gujarat News | Sandesh

કાંસા ગામ નજીક રોડની સાઇડમાં ચા-પાણી કરવા માટે તેમણે ઇકો ગાડી (GJ-31-N-8587) ઊભી રાખી લાલુરામ ગાડીમાંથી નીચે ઉતરી ઇકો ગાડીનો પાછળનો દરવાજો ખોલી રહ્યા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી હોન્ડા અમેઝ કાર (GJ-02-BP-9652) ના ચાલકે તેમને ટક્કર મારી આ ટક્કરના કારણે લાલુરામને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી તેમને તાત્કાલિક વિસનગર સિવિલ અને ત્યાંથી લાયન્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા જ્યાં તેઓ હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ આ બનાવ અંગે લાલુરામના પુત્ર ઘનશ્યામ કલાસુઆએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0