મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝામાં બિયર તથા વિદેશી શરાબનો 28800નો જથ્થો ઝડપ્યોં
બોટલ બિયર 91 નંગ કિંમત 28,800 બે ફોન 10,000 મળી કુલ 38,800 મુદ્દામાલ કબ્જે કર્યો
Sohan Thakor -મહેસાણા તા. 27- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝાના શંકરપુરા ઠાકોરવાસમાં
વિદેશી શરાબ તથા બિયરનું વેચાણ કરતાં બે શખ્સોને બોટલ બિયર 91 નંગ કિંમત 28,800 બે ફોન કિંમત 10,000 મળી કુલ 38,800 કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલી સૂચના મુજબ મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશનની પ્રવૃતિઓ પર ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબીની ટીમના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ કાનજીભાઇ, એએસઆઇ કેશરિસિંહ, એએસઆઇ આશાબેન, પિયુષભાઇ, સન્નીકુમાર, મહેશકુમાર સહિતનો સ્ટાફ ઊંઝા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન કેશરિસિંહ તથા મહેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
ઊંઝા ખાતે રહેતા ઠાકોર ટીનાજી સોરબજી રહે. ઊંઝા શંકરપુરા, પગીવાસ ખાતે આવેલા શંકરપુરા ઠાકોરવાસમાં કાચા છાપરામાં પોતાના મળતીયા સાથે દારૂનો વેપાર કરે છે. જે બાતમીના આધારે એલસીબીએ રેડ કરી ઠાકોર ટીનાજી સોરાબજી, તથા જોષી મહેન્દ્ર કુમાર સુભાષભાઈને ઝડપી લીધા હતા. પોલીસે આ કેસમાં બોટલ બિયર 91 નંગ કિંમત 28,800 બે ફોન કિંમત 10,000 મળી કુલ 38,800 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


