ગોઝારીયા સર્કલ પાસે ચોરીના બાઇક સાથે લટાર મારવા નીકળેલા બે શખ્સો ઝડપાયાં

May 7, 2023

છ માસ અગાઉ લાંઘણજ સર્કલ પાસેથી મોટર સાયકલની ચોરી કરી હતી

મહેસાણા એલસીબીની ટીમે ચોરીના બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરી

Sohan Thakor-મહેસાણા તા. 07 – મહેસાણા એલસીબીની ટીમ અવાર નવાર મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી રહી છે જેમાં વધુ એક લાંઘણજ સર્કલ પાસેથી ચોરાયેલા બાઇક સાથે બે શખ્સોને ગોઝારીયા પાસેથી ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાંથી મોટર સાયકલની ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ એલસીબી સ્ટાફના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, પિયુષકુમાર, સન્નિકુમાર, રવિકુમાર સહિતનો સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન સન્નિકુમાર તથા રવિકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે,

હિરો સ્પેલેન્ડર મોટર સાયકલ લઇ બે ઇસમો ગોઝારીયાથી મહેસાણા તરફ જવા નીકળ્યાં છે. જે બંન્ને શંકાસ્પદ હાલતમાં જણાઇ રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી ગોઝારીયા તરફથી આવતાં બાઇક લઇને આવતાં બંન્ને શખ્સોને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતાં બંને શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતાજ્યારે વધુ પુછપરછ દરમિયાન બંને શખ્સોએ કબુલાત કરતાં જણાવ્યું હતું કે, આજથી છ માસ અગાઉ લાંઘણજ સર્કલ પાસેથી ચોરી કરી હતી. જેથી મહેસાણા એલસીબીએ બંન્ને શખ્સોની અટકાયત કરી વધુ બાઇક ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0