વાહન ચોરનો ત્રાસ:મહેસાણાના રંગમહેલ નજીક અને ચરાડું ગામથી બે બાઈકની ઉઠાંતરી
મહેસાણાના રંગ મહેલ પાસેથી બાઈક ચોરાયું, ચરાડું ગામે બાઈક ચોરાયું
ગરવી તાકાત,મહેસાણા તા. 05 – મહેસાણા પંથકમાં વાહન ચોરીના બે અલગ અલગ ગુના નોંધાયા છે. જેમાં મહેસાણા શહેરમાં આવેલા આઝાદ ચોક ખાતે આવેલા રંગ મહેલ પાસે પાર્ક કરેલી બાઈકને અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા, ત્યારે બીજી બાજુ લાઘણજ પંથકમાં આવેલા ચરાડું ગામે ગોગા મહારાજના મંદિર પાસે પાર્ક કરેલા બાઈકને પણ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે.
મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલ બાહુબલી સોસાયટીમાં રહેતા અને કડીયા કામ કરતા સથવારા યોગેશ કુમાર પોતાનું બાઈક લઈ શહેરમાં આવેલા આઝાદ ચોક નજીક રંગ મહેલ પાસે બાઈક પાર્ક કરી કામ અર્થે ગયા હતા. આ દરમિયાન તેઓનું 35 હજાર કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી જતા મહેસાણા એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લાઘણજ પંથકમાં આવેલા ચરાડું ગામે નીચાણ વાળા વાસમાં રહેતા ઠાકોર હળવતજી બાદરજી એ 22 મેં ના રોજ પોતાનું બાઈક ગામમાં આવેલા ગોગ મહારાજના મંદિર પાસે પાર્ક કર્યું હતું. જે બાબતે તેઓએ એ સમય દરમિયાન પોતાના સગા વ્હાલાને ત્યાં તપાસ કરતા બાઈક મળી ન આવતા આખરે તેઓએ લાઘણજ પોલીસમાં 25 હજાર કિંમતના બાઈક ચોંરી અંગે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.