કડી પેટ્રોલપંપ પર લૂંટ ચલાવનાર બે આરોપીઓ સાંથલ પોલીસના સકંજામાં

April 25, 2023

કેટલાક સમય અગાઉ કડીમાં પેટ્રોલપંપ પર લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા

સાંથલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે બંન્ને આરોપીઓને દબોચી લીધા

ગરવી તાકાત, મહેસાણા તા. 25-  કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર લૂંટ ચલાવી ભાગી જનાર આરોપીઓ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પરંતુ પોલીસ પકડથી લૂંટમાં સંડોવાયલા આરોપીઓ નાસતાં ફરતાં હતા જે આરોપીઓ જાેટાણા ખાતે આવેલા હોવાની મળેલી બાતમીના આધારે સાંથલ પોલીસે બંન્ને લૂંટમાં સંડોવાયેલા આરોપીઓને દબોચી લીધા હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા ના.પોલીસ અધિક્ષક આર.આાઇ.દેસાઇના માર્ગદર્શન મુજબ સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.વાઘેલા, એએસઆઇ હસમુખભાઇ, મનુજી, સંજયકુમાર, સચીનભાઇ, ગૌરવકુમાર સહિતનો પોલીસ સ્ટાફ જાેટાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો

તે દરમિયાન મનુજીને બાતમી મળી હતી કે, કડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પેટ્રોલપંપ પર લૂંટ કરનાર આરોપી સોલંકી કુંદનસિંહ દાનભા રહે. કુકવાવ, તા. દેત્રોજ, સોલંકી દેવરાજસિંહ મહીપતસિંહ રહે. અઠીપુરા તા. દેત્રોજવાળા શખ્સો હાલમાં જાેટાણા ઓએનજીસી સર્કલ પાસે ઉભા છે. જે બાતમીના આધારે સાંથલ પીએસઆઇ એ.કે.વાઘેલા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંન્ને આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0