ભાવનગરમા નકલી સ્ટેમ્પ પેપરના આધારે નકલી ડોક્યુમેન્ટ કૌભાંડમાં બે આરોપીની ધરપકડ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાવનગરના બે શખ્સોએ બનાવટી ડોક્યુમેન્ટથી જીએસટી નંબર મેળવવા પેરવી કરતા ભાંડો ફૂટ્યો હતો, આર્થિક લાભ માટે બંને શખ્સે ઓરીજનલ સરકારી સ્ટેમ્પની ખોટી કોપી બનાવી હતી. જીએસટી નંબર મેળવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અને આ બંને આરોપીઓને ગંગાજળીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને બનાવટી સ્ટેમ્પ પેપર બનાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ બહાર આવેલ છે

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગઈ તારીખ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આરોપી અમીન અલી હૈદર અલી ભોજાણી રહેઠાણ ભાવનગર, એ સ્ટેમ્પ વેન્ડર વિજયભાઈ કે જગડ દ્વારા વેચાણ કરાયેલ કેટલાક ઇ- સ્ટેમ્પઓ તથા સ્ટેમ્પ વેન્ડરોની નોટરી સ્ટેમ્પ, આધાર કાર્ડની નકલો તથા વિજબીલ તથા ટેક્સ ભરવા અંગેની પહોંચ કોઈ રીતે મેળવી આરોપી સાહિલ આરીફભાઇ આસરાણી સોનગઢને આપી હતી, બંને આરોપીઓએ પોતાનો અંગત આર્થિક લાભ સારું ભેગા મળી ઓરીજનલ સરકારી સ્ટેમ્પની કોપી કરી સ્ટેમ્પની ખોટી બનાવટ કરી લેપટોપમાં ઓરીજનલ સ્ટેમ્પની અલગ-અલગ કોપી કરી આવા બનાવટી બનાવેલ ટેમ્પોમાં અલગ-અલગ પાર્ટીઓ વ્યક્તિઓના નામ લખી અલગ-અલગ બનાવતી સ્ટેમ્પો તૈયાર કર્યા હતા

બનાવટી સ્ટેમ્પ કોના આધારે ખોટા ભાડા કરાર તૈયાર કરી તેમજ તેને સંલગ્ન કાગળોમાં અલગ-અલગ તેમ સ્ટેમ્પ વેન્ડરોના નોટરી સ્ટેમ્પનો ઉપયોગ કરી તમામ બનાવતી ડોક્યુમેન્ટનો જીએસટી નંબર મેળવવા પેરવી કરી હતી. જીએસટી નંબર મેળવવા માટે અન્ય વ્યક્તિઓ પાસેથી આર્થિક લાભ મેળવી તેઓને આ બનાવટી ભાડા કરાર આપી તેના મારફતે ખરા જ કરી ઉપયોગમાં લેવડાવી આવું બન્ને આરોપીઓની તપાસમાં ખુલવા પામ્યું હતુ, આ બાબતે ગંગાજળિયા પોલીસ મથકમાં આજે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બંનેને અટકાયત કરી છે. બંને આરોપીઓના કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી, અને આ કેસમાં કેટલાક અન્ય નામ ખૂલે તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.