ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ થયું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈ 2025 સુધી આ અભિયાન ચાલશે. જિલ્લાના દાંતા, અમીરગઢ, થરાદ, પાલનપુર અને વડગામ એમ પાંચ તાલુકાના 167 ગામોમાં રહેતા આદિવાસી લોકોને આ અભિયાનનો લાભ મળશે 3 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
દાંતા તાલુકામાં પીપળાવાળી વાવ આશ્રમશાળા સહિત 9 પ્રાથમિક શાળાઓમાં કેમ્પ યોજાશે અમીરગઢમાં ખૂણીયા, ઢોલીયા, રામપુરા અને કાનપુરા પ્રાથમિક શાળાઓમાં કેમ્પ થશે થરાદ તાલુકામાં મોટા મેસરા સહિત 5 શાળાઓમાં, પાલનપુરમાં છાપરા અને વડગામમાં મોતીપુરા પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન.
ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના આ અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો વધારવામાં આવશે. આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવો એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


