ભરૂચ તાલુકાના દયાદરા ગામે રેલવે ફાટક ર કોલસા ભરેલી ટ્રેન કન્ટેન્ટરને ટક્કર મારી
ફાટક ખુલ્લી રહી જતાં ટ્રક પસાર થતાની સાથે જ ટ્રેન આવી જતાં ટ્રેક ચાલક કુદી જતાં જીવ બચી ગયો
ગરવી તાકાત, ભરૂચ તા. 07- ભરૂચ તાલુકાનાં દયાદરા ગામે રેલવે ફાટક પર કોલસી ભરેલી ગુડસ ટ્રેન કન્ટેનર (ટ્રક) સાથે ભટકાતા અકસ્માત થયો હતો. ટ્રકનો ચાલક કુદી પડતા તેનો જીવ બચ્યો હતો. આ અકસ્માતના પગલે લગભગ દોડ કલાક સુધી ગુડસ ટ્રેન ફાટક પર રોકાઈ હતી જેને કારણે મુસાફરો અને ગ્રામજનોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રેલવે ફાટક પર સર્જાયેલા અકસ્માત પાછળ રેલવે ફાટકનો કર્મચારી જવાબદાર હોવાનું પ્રાથમીક તબકકે બહાર આવ્યુ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રીનાં 11 કલાકની આસપાસ કોલસી ભરેલ એક માલગાડી ભરૂચ તરફ જઈ રહી હતી.દરમ્યાન દયાદરા ફાટક પરથી પસાર થઈ રહેલ કન્ટેનરને ટ્રક સાથે રફતારમાં આવતી માલગાડી ધડાકાભેર અથડાઈ હતી. દયાદરા ગામની રેલવે ફાટકની ઘટના બનતા આસપાસનાં રહીશો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. દરમ્યાન રેલવે ફાટક કન્ટ્રોલ રૂમમાં જોતા નજારો કઈ અલગ જ હતો. ગંભીર અકસ્માતને પગલે ગામજનો દોડી આવ્યા હતા અને રેલવે કર્મી ઉંઘતો નજરે પડયો હતો. તેને જગાડતા તે દારૂનો નશો કરી ઉંઘતો હોવાનું લાગી આવ્યું હતું. અને તેને ખબર હતી કે ફાટક બંધ કરવાની છે તેવુ રટણ કર્યુ હતું.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાની આસપાસ પણ એક માલગાડી દયાદરા ફાટક પરથી પસાર થઈ હતી. જેમાં રેલ્વે ફાટક ખુલી રહી ગઈ હતી જોકે રેલવે કર્મીને ભીખા શંકરભાઈને પૂછતા તેને જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે ટ્રેન આવવાની છે. મેસેજ નથી મળ્યા.