આવતીકાલે અધ્યક્ષપદે શંકર ચૌધરી તથા નાયબ અધ્યક્ષપદે જેઠાભાઈ ભરવાડ ચૂંટાશે

December 19, 2022
  • સરકારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે આજે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવી

ગરવી તાકાત, ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખત્મ થયા બાદ નવી સરકારની રચના થઇ જ ગઇ છે હવે ધારાસભ્યોના શપથ સાથે વિધાનસભા ગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેમ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આવતીકાલે એક દિવસનું વિધાનસભા સત્ર યોજાશે. 

ગુજરાતની 182 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે આજે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેઓએ શપથવિધિની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સાથે તમામ 182 ધારાસભ્યો વિધિસર રીતે વિધાનસભાના સભ્ય બની ગયા છે. આવતીકાલે નવરચિત વિધાનસભાનું પ્રથમ એક દિવસનું સત્ર યોજાશે. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

156 ધારાસભ્યો સાથે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બહુમતી મેળવવાનો રેકોર્ડ સર્જનાર ભાજપ દ્વારા અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષના નામ નક્કી કરી લેવામાં આવ્યા જ છે. આવતીકાલે અધ્યક્ષપદે શંકર ચૌધરી તથા નાયબ અધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને અન્ય કોઇ કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે વિધાનસભાના સત્ર પ્રારંભે રાજ્યપાલનું સંબોધન પણ થશે. ધારાસભાનું વિસ્તૃત સત્ર હવે બજેટનું જ બની રહેવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0