ગરવી તાકાત પાટણ : પાટણથી શિહોરી હાઇવે ઉપર પાટણથી કંબોઈ સુધીના ગામ વિદ્યાર્થીઓને મુસાફરી કરવા માટે મુશ્કેલી પડતી હોય એસટી વિભાગ દ્વારા સ્પેશિયલ કંબોઈ સુધી વહેલી સવારે નવીન બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પાંચ ગામના વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે મળી એસટી ડેપો વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. પાટણ શિહોરી હાઇવે ઉપર હાલમાં બનાસ નદીના કારણે રસ્તો બંધ હોય બસ સહિત અન્ય વાહનો કંબોઈથી વાયા સરીયદ ઉબરી થઈને પસાર થતા હોય
પાટણથી કંબોઈ સુધીના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી કરવા માટે ભારે હાલાકી પડી રહેલ હોય એસટી વિભાગ દ્વારા સવારે 6:30 વાગે સ્પેશિયલ કંબોઈ–વાયડ–મેલુસણ–નાયતા–કાંસા–પાટણ રૂટ ઉપર વહેલી સવારે બસ શરૂ કરવામાં આવે તેવી આ ગામના વિદ્યાર્થીઓ તેમજ એબીપીના કાર્યકરો દ્વારા ગુરુવારે એસટી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.