સાબરકાંઠાના વડાલીમાં તિરંગા યાત્રા યોજાઈ અને તલોદમાં સિંદૂર યાત્રા યોજાઈ..

May 22, 2025

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ જામ્યો વડાલી અને તલોદમાં અનોખી યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું વડાલીમાં સ્વામી વિવેકાનંદ ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ યાત્રા વડાલી નગરના માર્ગો પરથી પસાર થઈને APMC માર્કેટયાર્ડ ખાતે સમાપ્ત થઈ યાત્રામાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા,

Tiranga Yatra was held in Wadali and Sindoor Yatra for women was held in  Talod | સાબરકાંઠામાં દેશભક્તિનો માહોલ: વડાલીમાં તિરંગા યાત્રા અને તલોદમાં  મહિલાઓની સિંદૂર યાત્રા ...

સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, મહિલાઓ અને હોમગાર્ડના જવાનો જોડાયા. તલોદમાં માર્કેટ યાર્ડથી અંબાજી ચોક સુધી મહિલા મોરચા દ્વારા સિંદૂર યાત્રા યોજાઈ મહિલાઓએ લાલ સાડી પહેરી, માથામાં સિંદૂર લગાવ્યું તેઓ એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને બીજા હાથમાં સિંદૂર તથા દીવાની થાળી સાથે યાત્રામાં જોડાયા.

આ યાત્રામાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા મહામંત્રી લીલાબેન વ્યાસ, તલોદ શહેર મહિલા મોરચા પ્રમુખ રચનાબેન ગાંધી સહિત અનેક મહિલા નેતૃત્વ જોડાયું હતું. તલોદ નગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ સંગઠનોના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0