સોશિયલ મીડિયાની રીલ સ્ટાર ને એક સમયની ટિકટોક સ્ટાર સતત વિવાદોમાં રહેતી હોય છે
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી, ફરિયાદ દાખલ થઈ
ગરવી તાકાત, તા. 21 – સોશિયલ મીડિયાની રીલ સ્ટાર ને એક સમયની ટિકટોક સ્ટાર સતત વિવાદોમાં રહેતી હોય છે. તેની રીલ્સ કરતા તેની પર થતી ફરિયાદોને કારણે તે ચર્ચા જગાવે છે. ત્યારે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર ફરી એકવાર ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સહિત તેના સાથી મિત્રો સામે સુરતના કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ગત 19 માર્ચના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ બબાલ મચાવી હતી. તેઓએ કામરેજ ચોર્યાસી ટોળનાકે પશુ ભરેલ ટેમ્પો રોકી ધાક ધમકીઓ આપી હતી. ત્યારે ટેમ્પો ડ્રાઈવરને વીડિયોમાં બેફામ ગાળો આપી હતી. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે નિવેદનો લઇ ફરિયાદ નોંધી છે. 
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત સાથી મિત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કામરેજ પોલીસ મથકમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ ધમાલ કરી હતી. જેમા એક ટેમ્પો ડ્રાઈવરે તમામ સામે ફરિયાદ દાખલ કરી છે.


