આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવની સંભાવના 

July 27, 2023

ગરવી તાકાત, ગાંધીનગર તા. 27- રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ પણ છે. હવામાન વિભાગે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે હાલ રાજ્યમાં એકાદ ઠેકાણે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને પણ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે નવસારી, તાપી માટે કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0