ખેરાલુ વૃંદાવન સર્કલ પાસે બાવળની ઝાડીઓમાં વિદેશી શરાબ ભરેલી કાર મુકી ત્રણ શખ્સો રફૂચક્કર

July 9, 2023

 મહેસાણા એલસીબીની ટીમે ખેરાલુમાંથી વિદેશી શરાબ તથા કાર મળી 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

એલસીબીની ટીમ  ત્રાટકતાં અંધારાનો લાભ લઇ ત્રણ શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યાં 

Sohan Thakor -મહેસાણા તા. 09- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિદેશી શરાબ ઝડપી પાડવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યોં છે. મહેસાણા એલસીબી દ્વારા રોજબરોજ મહેસાણા જિલ્લામાંથી પસાર થતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. જેમાં ગત રોજ વધુ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેરાલુ વૃંદાવન સર્કલ નજીક બાવળની ઝાડીઓમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે  2,27,820નો મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો.

મહેસાણા  જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી  સ્ટાફના પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ હરિસિંહ, અજયસિંહ, અક્ષયસિંહ , જયસિંહ સહિતનો સ્ટાફ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન અજયસિંહ તથા અક્ષયસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

ખેરાલુ વૃંદાવન સર્કલ પાસે ચંદ્રપુષ્પા કોમ્પલેેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં બાવળોની ઝાડી કેટલાક ઇસમો વિદેશી શરાબની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ ત્રાટકતાં ત્રણ શખ્સો ઇકો કાર કાર નંબર જીજે02-ડીજી-8465 મુકી અંધારાનો લાભ લઇ ત્રણ શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા. જ્યારે  એલસીબીની ટીમે કારમાં તપાસ કરતાં કારમાંથી બિયરના ટીન  તથા વિદેશી શરાબની બોટલ જેની કિંમત           77.820 તથા ઇકો કાર 1.50 લાખ સહિત કુલ રુપિયા 2.27,820નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0