મહેસાણા દેદીયાસણમાં ચોરી કરેલા 40 હજારનો કેબલ વેચવા ફરતાં ત્રણ શખ્સો એલસીબીના સકંજામાં 

April 15, 2023

મહેસાણા એલસીબીની ટીમે બે માસ અગાઉ સાહિલ સોસાયટીમાં ચોરાયેલા એકટીવાનો ભેદ ઉકેલ્યોં  

ચોરીનું એકટીવા લઇને નીકળેલા શખ્સને રામપુરા સર્કલ પાસેથી ઝડપી લેવાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 15 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ બે ગુનામાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જેમાં મહેસાણા એલસીબીની ટીમે કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને કેબલ વેચવા માટે મહેસાણા દેદીયાસણ જીઆઇડીસીમાં ફરતાં ત્રણ શખ્સોને  46 હજારના મુદ્દામાલ માલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે અન્ય એક ગુનામાં ચોરીના એકટીવા સાથે રામપુરા સર્કલ પાસેથી નીકળતાં કડીના શખ્સને દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આમ વિવિધ બે ગુનાના ભેદ ઉકેલવામાં મહેસાણા એલસીબીની ટીમ સફળ રહી હતી. 

મહેસાણા જિલ્લા પોલીસડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એચ. એલ. જોષી, પીએસઆઇ એમ.ડી. ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, કેશરિસિંહ, નિલેશકુમાર, શૈલેષભાઇ, કિરીટભાઇ, સન્નીકુમાર, મહેશભાઇ, સંજયભાઇ સહિત સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નિલેશકુમાર તથા શૈલેષભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે,  મહેસાણા દેદીયાસણ GIDC ગેટ નમ્બર 2 પાસે એક શંકાસ્પદ ઈસમ કેબલ વેચવા ફરી રહ્યો છે.

બાતમી આધારે પોલીસ સ્થળ પર જઇ જોતા ત્રણ શખ્સ નજરે પડતા કોર્ડન કરી ઝડપી લીધા હતા.જ્યાં તપાસ દરમિયાન તસ્કરો એ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે ચોરીના કેબલ વેચવા આવ્યા હતા. ઝડપાયેલા લાલભા અબય સિંહ સોલકી,જીગરજી લીલાજી ઠાકોર,નવીનજી જસુજી ઠાકોર ભેગા મળી દેદીયાસણ ખાતે રહેતા કમલેશજી નાનગજી ઠાકોર ની Gj01HF6948 માં બેસી આઠ દિવસ અગાઉ કુકડ લાખવડ રોડ પર PTC કોલેજ પાસેના ખેતર માથી અને દસ દિવસ અગાઉ મોઢેરા ગામની સીમમાં આવેલ ખેતર માંથી કેબલ ચોરી કર્યાની કબુલાત કરી હતી. એલસીબી ટીમે 35 એમ એમ 18 ફૂટ અબો કિંમત 6,000 અને, 35 એમ.એમ 90 ફૂટ લાંબો કેબલ કિંમત 40,000 મળી કુલ 46,000 ના મુદ્દામાલ ને કબ્જે કર્યા હતા.

જ્યારે એલસીબીએ ડિટેક્ટ કરેલા અન્ય એક ગુનામાં મહેસાણા એલસીબી ટીમના એએસઆઇ રત્નાભાઇ, અનિલભાઇ, હેમેન્દ્રસિંહ, એજાજ એહમદ, હિંમતભાઇ, યોગેશકુમાર મહેસાણા હાઇવે પર પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ અનિલભાઇ તથા હે.કો,  હેમેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,  મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બે માસ અગાઉ એક્ટિવા ચોરીની નોંધાયેલી ફરિયાદમાં સંડોવાયેલો શખ્સ GJ24 AR 7701 નમ્બર નું એક્ટિવા લઈ એક ઈસમ ગોઝારીયાથી મહેસાણા થઈ ઉનાવા તરફ જવાનો છે. બાતમીના આધારે મહેસાણા એલસીબી ટિમ રામપુરા સર્કલ પર વોચ ગોઠવી હતી.જ્યાં એક્ટિવા આવતા જ ચાલક ને ઝડપી લીધો હતો. પોલીસે કડીના સિંધીવાડા ખાતે રહેતા ઈમ્તિયાઝ રસુલ ભાઈ કુરેશી નામના ચોર ને ઝડપી લીધો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીએ બે માસ અગાઉ એકટીવાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0