કચ્છ સરહદથી ત્રણ પાકિસ્તાની ઘુસણખોરને બીએસએફ જવાનો પકડ્યાં

February 23, 2023

 બોટનું અન્જીન ખરાબ થતાં તેઓ ભારતની બોર્ડરમાં ઘુસ્યાં હોવાનું રટણ 

સીમા સુરક્ષા દળ દ્વારા ત્રણેય શખ્સોની સઘન પુછપરછ હાથ ધરી 

ગરવી તાકાત, તા. 23 – પાકિસ્તાનના નાપાક તત્ત્વો દ્વારા કચ્છના દરિયાઈ માર્ગેથી કેફી દૃવ્યો ઘુસાડી અને તેના નાણાં આતંકવાદી પ્રવૃત્તિમાં વાપરવાની પેરવીનો હાલમાં જ પર્દાફાશ થયો છે. તે વચ્ચે ગઇકાલે સિરક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષ દળે એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ ઘૂસણખોરોને ઝડપી પાડયા છે.

જો કે આ બોટમાંથી કોઈ જ સંદિગ્ય સામાન મળ્યો નથી અને ઝડપાયેલા માછીમારો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગુજરાત ફ્રન્ટીયર સીમા સુરક્ષા દળના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ સીમા સુરક્ષા દળના જવાનો ફાસ્ટ બોટ મારફત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિરક્રીક વિસ્તારમાં ભારતીય હદમાં એક પાકિસ્તાની બોટની હિલચાલ નજરે ચડી હતી. આથી સીમાદળના જવાનોએ ફાસ્ટબોટને દોડાવી ઘૂસેલી બોટને ઘેરી લીધી હતી. ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની તલાશી લેતાં તેમાંથી કોઈ સંદિગ્ધ સામાન મળ્યો નહતો.

આ બોટમાંથી ત્રણ ઘૂસણખોર પાકિસ્તાની માછીમાર એવા 65 વર્ષના સૈયદ ગુલામ મુર્તજા, હસન મોહમ્મદ શાહ (રહે. વિલબલદિયા-કરાચી) અને 54 વર્ષીય અલી અકબર અબ્દુલગની (રહે. અકાઈ કોલોની – ભુટકેમારી, કરાચી)ને ઝડપી લેવાયા છે. આ માછીમારોની પૂછતાપછમાં તેમણે આપેલી વિગતો મુજબ તેમની બોટનું ઈન્જિન ખરાબ થઈ ગયું હતું અને ભારે પવન તથા ઊંચા ઉછળતા મોજાના લીધે આ બોટ અજાણતા ભારતીય સીમાની સિરક્રીક બાજુ આવી પહોંચી છે. થોડા દિવસ અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડયા હતા. ત્યારે એક વાર નાપાસ પાકિસ્તાનીની ઘૂસણખોરીની ઘટના સામે આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0