ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાની જાહેરાત થઇ શકે છે હવે 33 જિલ્લામાંથી 36 જિલ્લા બનશે

September 25, 2024

વડનગર, વિરમગામ અને થરાદ અથવા રાધનપુરનું નામ ચર્ચામાં

પ્રાપ્ત માહિતી મુજબ સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – પ્રાપ્ત માહિતી મુજબ સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. સુરેન્દ્રનગર,  મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે.

ધરમૂળથી બદલાઈ જશે ગુજરાતનો નકશો! 33 થી 36 એ પહોંશે જિલ્લાઓનો આંકડો, બનશે 3 નવા જિલ્લા

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં હાલ કુલ 252 તાલુકા આવેલાં છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાંઓ આવેલાં છે. હાલ ગુજરાતમાં કુલ 15 મહાનગર પાલિકાઓ આવેલી છે. અગાઉની 8 મનપામાં અન્ય 7 નવી મનપા ઉમેરાતા આ આંકડો પંદરે પહોંચ્યો છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે.

નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે. જોકે, આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0