પાટણમાં કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ત્રણ મહત્વપૂર્ણ સંકલન બેઠકો યોજાઈ…

July 26, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ના અસરકારક અમલીકરણ માટે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ત્રણ મહત્વપૂર્ણ સંકલન બેઠકો યોજાઈ આ બેઠકોમાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લા સેવા સદન ખાતે બાળકોના અધિકારોના રક્ષણ માટે આ ત્રણ બેઠકો યોજવામાં આવી સૌ પ્રથમ બાળ કલ્યાણ સમિતિ પાટણની ત્રિ-માસિક બેઠક યોજાઈ આ બેઠકમાં કાળજી સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સંસ્થામાં પ્રવેશ તથા મુક્તિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

Collector Patan on X: "શ્રી તુષાર ભટ્ટ કલેકટર શ્રી પાટણ ના અધ્યક્ષ સ્થાને  જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિ ની બેઠક યોજી જરૂરી માર્ગદર્શન ...

ત્યારબાદ જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ પ્રકારના ક્ષમતા વર્ધન તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો અંગે ચર્ચા થઈ સાથે જ કાળજી સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો સંદર્ભે કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.ત્રીજી બેઠકમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ના અસરકારક અમલીકરણ માટે બાળ કલ્યાણ સાથે સંકળાયેલ અધિકારીઓ, પદાધિકારીઓ તથા અન્ય સંલગ્ન કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી ત્રિ-માસિક બેઠકમાં તેમના પ્રશ્નોની રજૂઆત,

Three important meetings for child welfare in Patan | પાટણમાં બાળ કલ્યાણ  માટે ત્રણ મહત્વપૂર્ણ બેઠકો: કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જુવેનાઇલ  જસ્ટિસ એક્ટના ...

નિરાકરણ અને બાળ કલ્યાણકારી કામગીરી વધુ અસરકારક બનાવવા અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો આ બેઠકોમાં જિલ્લા મફત કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી, જિલ્લા વિકાસ અધિકારી, નવા નિમણૂક પામેલા CWC ચેરમેન અને સભ્યો, JJB સભ્યો, જિલ્લા આરોગ્ય અધિકારી, સરકારી શ્રમ અધિકારી, આઈ.સી.ડી.એસ., પોલીસ વિભાગ, આયોજન અધિકારી, અનુસૂચિત જાતિ અને વિચરતી જાતિના પ્રતિનિધિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ અન્ય બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0