ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રણ દિવસીય ઉજવણી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ. 29 ઓગસ્ટે એસ.કે.મહેતા હાઈસ્કૂલ જગાણા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે આ દિવસે ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા લેવાશે રસ્સા ખેંચ, વૉલીબૉલ, દોરડા કૂદ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન.

મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન. 30 ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે સરકારી વિભાગો વચ્ચે ક્રિકેટ અને કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા ખાતે હોકી સ્પર્ધા પણ રમાશે. 31 ઓગસ્ટે બાલારામ મહાદેવ, ચિત્રાસણીથી અંબાજી ગબ્બર સુધી સાઈકલ રેલી નીકળશે. ભાદરવી પૂનમ મહા મેળા નિમિત્તે ધજા સાથે આ સાઈકલ યાત્રા.

જિલ્લા રમતગમત અધિકારી મહેશ પટેલને કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા. દર વર્ષે 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે આ દિવસે ભારતના રમતગમત વારસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે.


