બંધ મકાનમાં ચોર તત્વોએ દરવાજો તોડી 67 હજારની ચોરી કરી ફરાર – વિજાપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

વિજાપુર તાલુકાના માલોસણ ગામે એક બંધ મકાનને ચોર તત્વોએ નીશાન બનાવી રોકડ સહીત દાગીના ઉઠાવી કુલ 67,000/-રૂપીયાની ચોરી કરાર ફરાર થયા હતા. ઘરના દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યાનુ પ્રાથમીક જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો – તસ્કરોને બંદ મકાનોની સુગંધ આવે છે કે શુ? ફરીવાર બંદ મકાનમાંથી તસ્કોરોની 3.78 લાખની લુંટ

વિજાપુર તાલુકાના માલોસણ ગામના રાકેશકુમાર સોમાભાઈ પટેલ હાલ સુરત રહે છે. જ્યા તેઓ બારી – બારણા બનાવવાનુ કામ કરે છે. ગત સોમવારના રોજ તેમના બંધ પડેલા મકાનને રાત્રીના સમયે ચોર તત્વો ત્રાટક્યા હતા. જ્યા તેમના મકાનના દરવાજા તોડી ઘરમાં પ્રવેશી દાગીના સહીત રોકડ રકમ ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. ઘરમાંથી ચોરાયેલ રૂ. 40000/- રોકડા, સોનાનો દોરો કિ.રૂ. 15000/-, સોનાની ચીણીયો કિ.રૂ. 7000/-, ચાંદીના સીક્કા કિ.રૂ. 5000/-ની ફરીયાદ તેમને તત્કાલ લાડોલ પોસીલ સ્ટેશને નોંધાવી હતી. જેથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 457,454,380 મુજબ ગોની નોંધાયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.