અમદાવાદ બાપુનગર બેઠક પરથી ભાજપ વિજય સુવાળા ને ઉતારે તેવી લોક માંગ ઉઠી

શેર કરવા અહીં ક્લિક કરો.

— માલધારી સમાજમાંથી આવતા લોક ગાયક માટે વિધાનસભાના દ્વાર ખુલે તે માટે લોક લાગણી :

— અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી વિજય સુવાળાને ટિકિટ આપે તેવી લોક માગણી :

— માલધારી સમાજના યુવા અગ્રણી છેલ્લા 14 વર્ષથી ભાજપ માટે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે કામગીરી :

— ભાજપના તમામ કાર્યક્રમમાં હાજર રહી પક્ષની વિચારધારા અંગે સમાજમાં પણ લાવ્યા છે જાગૃતિ :

— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભરના વિસ્તારોમાં આપ્યા છે અનેક કાર્યક્રમ :

ગરવી તાકાત અમદાવાદ : અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પરથી માલધારી સમાજમાંથી આવતા યુવા કાર્યકર અને લોકગાયક વિજય રબારી ઉર્ફે વિજય સુવાળાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી અને તેમના માટે વિધાનસભા જવાના દ્વાર ખોલી આપે તેવી લોક માગણી થઈ રહી છે. છેલ્લા 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન અને ઈમાનદાર કાર્યકર ગણાતા વિજય સુવાળા સ્વખર્ચે પાર્ટીના વિવિધ કાર્યક્રમો આપતા રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પાર્ટીની વિચારધારા થકી સમાજમાં લોકજાગૃતિનું પણ તેઓએ કામ કર્યું છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત ભરના વિવિધ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો આપીને પક્ષ સાથેની પોતાની નિષ્ઠા કાયમ રાખી છે.

અમદાવાદના સૈજપુર બોઘા ખાતે રહેતા વિજય સુવાળા છેલ્લા 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા દરમિયાન તેઓએ ગુજરાતભરમા ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો આપીને પક્ષના કાર્યકર તરીકે ઉમદા કામગીરી બતાવી છે. એટલું જ નહીં છેલ્લા સાત વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો ગુજરાત ભરમાં તેઓ દ્વારા કરવામાં આવ્યા છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી જો તેઓને ટિકિટ આપે તો માલધારી સમાજની સાથો સાથ અનેકવિધ સમાજના લોકો તેમને જંગી બહુમતીથી જીત આવશે તેવી લોક લાગણી પણ અમદાવાદ શહેર સહિત ગુજરાત ભરમાંથી ઉઠવા પામી છે. કહેવાય છે કે વિજય રણછોડભાઈ રબારી (વિજય સુવાળા) એ છેલ્લા 14 વર્ષમાં પક્ષના કાર્યકર તરીકે જોડાઈને પોતાના મિત્રો તેમજ તેમના પ્રસંશકોને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત કરી પાર્ટીમાં જોડાવવા સહિતના અનેક પ્રસંસનીય કાર્યો તેઓએ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે વિજય સુવાળા ના પિતા રણછોડભાઈ સુવાળા એ પણ માલધારી સમાજના અનેક લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડીને પાર્ટીના પાયા મજબૂત બનાવવા માટે ભગીર અધિકારીઓ કર્યા હોવાનું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે. આવા સંજોગોમાં પક્ષ દ્વારા માલધારી સમાજમાંથી આવતા યુવા અગ્રણી અને ગુજરાત ભરમાં લોકગાયક તરીકે નામના ધરાવતા વિજય સુવાળા ને બાપુનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો પક્ષને એક મજબૂત ધારાસભ્ય મળી શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

— માલધારી સમાજના યુવા લોક ગાયક પાસે લોક સમર્થન પણ મોટું છે :

માલધારી સમાજમાંથી આવતા લોક ગાયક વિજય સુવાળા ભુવાજી તરીકે પણ નામના ધરાવે છે. એટલું જ નહીં પરંતુ તેઓ બહુ મિત્ર વર્તુળ અને પ્રશંસકો પણ ધરાવતા હોઇ ભારતીય જનતા પાર્ટી બાપુનગર ની બેઠક પરથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે તો તેઓ જંગી બહુમતીથી જીતી શકે તેમ હોવાનું આ વિસ્તારની જનતા કહી રહી છે. માટે ભારતીય જનતા પાર્ટી બાપુનગર બેઠક અંગે ઊંડાણપૂર્વક વિચાર કરી વિજય સુવાળા ને પોતાના ઉમેદવાર જાહેર કરે તેવી લોક માગણી બળવતર બની છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.