કડીમાં તસ્કરો બેફામ બનતા નાઈટ પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલ – હસ્નૈન જવેલર્સમાં દાગીનાની ચોરી, ક્રેડિટ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ !

શેર કરવા અહીં ક્લિક કરો.

કડીમાં આવેલ શરાફ બજારમાં ગતરોજ હસ્નૈન જ્વેલર્સમાં વહેલી સવારના સમયે તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. હસ્નૈન જ્વેલર્સ રાત્રિના સમયે બંધ હોવાના કારણે તસ્કરોએ આ મોકાનો ફાયદો ઉઠાવી વહેલી સવારેજેવલર્સની દુકાનનું લોક તોડીને ચોરીને અંજામ આપવામાં સફળ બન્યા હતા. હસ્નૈન જ્વેલર્સ દુકાન માંથી કુલ 2.700 કિલો ચાંદી આશરે રોકડ રકમ સહિત 1,95,000 લાખથી વધુ કિંમતનો મુદામાલ લઈ ફરાર થઈ ગયા હતા. દુકાનમાં લગાવેલ સી.સી. ટીવી કેમેરામાં પકડાઈ ના જવાય તેમાટે સી.સી.ટીવી કેમેરાનું ડિવીઆર પણ ચોરી કરીને નાસી ભાગ્યા હતા. આ બાબતની જાણ દુકાનના માલિકને સવારે થતા દુકાનની અંદર રહેલ સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલ જોવા મળતા ચોરી થઈ હોવાનો અંદાજ લગાવતા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ આ કેસની તપાસ હાથ ધરી છે.

આ સીવાય ગાંધી ચોક પોલીસ સ્ટેશનના 25 થી 30 મીટરના અંતરમાં આવેલ શક્તિ કો.ઓ ક્રેડિટ સોસાયટીમાં પણ વહેલી સવારનો ફાયદો ઉઠાવીને તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં આ બેંકના બહારના ભાગમાં આવેલ સટર તોડીને અંદર જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અંદરની બાજુમાં લોખંડની બીજી જાળી લગાવેલ હતી તેને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તસ્કરો અંદરની લોખંડની જાળીને તોડવામાં નિષ્ફળ રહેતા આ બેંકમાંથી ચોરી કર્યા વગર પરત ફર્યા હતા. 

કડીમાં ઘણા સમયથી રાત્રિના સમયે તસ્કરો અલગ અલગ જગ્યાનો ટાર્ગેટ બનાવી સહેલાથી ચોરીને અંજામ આપી રહ્યા છે. કડી પોલીસ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન માત્ર વાહનના ડીઝલના ધુમાડા ઉડાવી રહ્યા હોય તેવુ જણાઈ રહ્યુ છે. સતત કડી પોલિસને આ તસ્કરો ઘણી વાર એક પછી એક ચોરી કરી ને ચેલેન્જ આપી રહ્યા હોવા છતાં હજુ સુધી કડી પોલિસ આવા તસ્કરો ને પકડવા માં નિસ્ફળ સાબિત થઈ છે.  શું  કડીમાં વધી રહેલા ચોરીના બનાવોને કડી પોલીસ અંકુશમાં લાવી શકશે ? કડીની પોલીસ જાહેર માર્ગો પર નાઈટ પેટ્રોલીંગમાં જોવા તો મળે છે પરંતુ શહેરના અંદરના વિસ્તારોમાં પેટ્રોલીંગમાં કરે છે કે કેમ ? તેને શહેરીજનોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી શહેરમાં અનેક ચોરીના બનાવો સામે આવતા પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે, પોલીસ દ્વારા માત્ર જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કરી ડીઝલના ધુમાડા કરવામાં આવી રહ્યા છે પરંતુ અંદરના વિસ્તારમાં કોઈ જ પ્રકારનુ નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવતુ નથી જેથી તસ્કરોને મોકળાશ મળી છે. 

કડી પોલીસના PI સહિત 2 PSI  સ્ટાફના નાઈટ પેટ્રોલીંગના ઉડ્યા ધજાગરા

 
કડીમાં થોડા સમયથી તસ્કરોને ચોરી કરવામાં ખૂબજ મોટી સફળતા મળી રહી છે ત્યારે કડી પોલિસ હાથ પર હાથ ધરીને બેસી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી નાઈટ પેટ્રોલીંગમાં કડી પી.આઇ સહિત બે પી.એસ.આઇ હોવા છતાં પણ નાઇટ પેટ્રોલીંગમાં સરેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે. કડીની અંદર નાની- મોટી ચોરી થતી હોય છે ત્યારે જાણવા જોગ અરજીઓ પેન્ડિંગ ઘણી બધી હોવા છતાં હજી સુધી કોઈ તેનું નિરાકણ નહી આવતા કડીની જનતા હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે . લોક મુખે ચર્ચા પણ સાંભળવા મળી રહી છે કે જેમ મહેસાણા જિલ્લાના ડો.પાર્થરાજસિંહ ગોહિલ અલગ અલગ તાલુકામાં સરપ્રાઇઝ નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે આવું જ એક સરપ્રાઇઝ ચેકીંગ નાઈટમાં જરૂરી છે તેવું સૌ લોકોની માગણી ઉઠી છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા ડો. પાર્થરાજસિંહ ગોહિલ કડીમાં મોટી સંખ્યામાં ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવુતિઓને ડામવા માટે એક અલગ થી  ટીમ એક એસ.ઓ.જી ની ટીમ મોકવામાં આવેલ છે છતાં પણ હજુ સુધી કડીની ગેર કાયદેસર પ્રવુતિઓ યથાવત જોવા મળી રહી છે.
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.