વડગામમાં આદર્શ ટ્રેડીંગ દુકાનના ગોડાઉનમાં રૂ.1.85 લાખની ચોરી

October 21, 2022

ગરવી તાકાત વડગામ : વડગામમાં સોમવારે રાત્રે શખ્સોએ કરિયાણાની દુકાનના ગોડાઉનમાંથી રૂપિયા 1.85 લાખનું તેલ ,ઘી ,ચા દાળ, ચોખા સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વડગામમાં આદર્શ ટ્રેડીંગ દુકાનના ગોડાઉનના શટર નું તાળું તોડી અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાંથી કપાસીયા તેલ ,સીંગતેલ, સરસિયા તેલના નાના-મોટા ડબ્બા નંગ 18 રૂપિયા 35,900 તેમજ વનસ્પતિ ઘીના પાઉચ નંગ,32 રૂપિયા 3200, ચા કિલો 178 રૂપિયા 65,816, તુવેરદાળ, મગદાળ ,ચોળી દાળ ,મોગરદાળ, ખાંડ ,ચોખાના કટ્ટા 18 રૂપિયા 80,220 મળી કુલ રૂપિયા 1.85,138 ના મુદ્દા માલની ચોરી કરી હતી.

તેમજ બાજુની વિરાજી સોલંકીની દુકાનના સીસીટીવી કેમેરા તેમજ સુરેશભાઈ ની દુકાન ના સીસીટીવી કેમેરા પણ તોડી નાખેલા હતા અને ત્યાં મૂકેલી એક ટ્રકનું લોક પણ તૂટેલું હતું. આ અંગે વિજય સિંહ રાણાએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0