નર્મદા કેનાલમાં ડૂબી રહેલા ભાઈને બચાવવા જતાં નાની બહેન પણ પાણીમાં ગરકાવ થઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં છેલ્લા ઘણા સામયથી કેનાલમાં ડૂબીજવાથી મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગાંધીનગર બાદ હવે પાટણમાં કેનાલમાં પિતરાઇ ભાઈ-બહેન ગરકાવ થયા હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, પાટણના ચંદ્રુમાણા પાસેનું નર્મદા કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો, જેથી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ ભાઈને બચાવવા બહેન પણ કેનાલ માં કુદી હતી. જેને કારણે બન્ને કેનાલમાં ડૂબ્યાં છે

ધ્રુવ પટેલ નામનો યુવક અને પ્રાચી નામની સગીરા કેનાલમાં ડૂબ્યાં છે. બંનેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેમનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. બીજી તરફ આ સમાચાર આગની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પણ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાઈટરના તરવૈયાઓ દ્વારા કેનાલમા ભાઇ અને બહેનની શોધખોળ શરુ કરી છે. પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવવાને કારણે પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે

આ અંગે મળતી માહિતી અનુસાર, કંબોઈથી ચંદ્રુમાણા ગામની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપરની સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસની આ ઘટના છે. ચંદ્રમાણા ગામના આશાસ્પદ પિતરાઇ ભાઇ બહેન પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ પટેલ અને પ્રાચી પટેલ ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયા હતા. જ્યાં અંદર પગ મૂકતાં તે અચાનક લપસી પડ્યો હતો. જેથી કિનારે ઉભેલી નાની બહેન પ્રાચી બૂમાબૂમ કરી હતી જે બાદ તે પોતે જ ભાઇને બચાવવા ઝંપલાવ્યું હતું. જેના કારણે બંને ભાઇ બહેન કેનાલમાં સરકી ગયા હતા

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.