આખુ કમલમ કેસરિયા રંગે રંગાયું, નેતાઓએ ફૂલોથી PM મોદીના ચરણ વંદન કર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— રોડ શો પૂરો કરીને પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમમા પહોંચ્યા હતા, જ્યાં પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષાથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી

ગરવી તાકાત અમદાવાદ : એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો પુરો કરીને PM મોદી કમલમ પહોંચ્યા છે. ત્યારે નીતિન પટેલ સહિતના નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી. કમલમના પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષા કરીને તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. કમલમમાં શંખનાદ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આખા પ્રદેશ કાર્યાલયમાં સંભળાઈ હતી.

— કમલમમમાં કાગડોળે પીએમ મોદીના આગમનની રાહ જોવાઈ રહી હતી:

ત્યારે આખરે પી એમ પહોંચતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હોલમાં તમામ નેતાઓ ગોઠવાઈ ગયા છે. સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. 

No description available.

— રોડ શોમાં ફસાયેલા અમદાવાદના મેયરને કમલમમાં પ્રવેશ ન મળ્યો:

કમલમમાં હાજરી આપવા નીકળેલા અમદાવાદના મેયર કિરીટ પરમાર રસ્તામાં અટવાયા હતા. મેયર રોડ શોમાં ફસાયા હોવાથી સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા. તેથી તેમને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો. પીએમ મોદી પહોંચી ચુક્યા હોવાથી પ્રવેશ બંધ કરાયો હતો, અને મેયરને અંદર પ્રવેશ મળ્યો ન હતો

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.