19 માર્ચથી 25 માર્ચ વચ્ચે આવુ રહેશે વાતાવરણ, ખેડૂતોએ આટલી કાળજી લેવી

March 15, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 15 – ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં વહેલી તકે પરિપક્વ પાકની કાપણી પૂર્ણ કરી  લેવી અથવા વરસાદની આગાહી દરમિયાન કાપણી ટાળવી તેમજ સુકવણી માટે હવામાન મુજબ તકેદારી રાખવી અને સૂકવણી થયેલ પેદાશને સુરક્ષિત સંગ્રહ કરવો. ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.. તૈયાર જમીનમાં ઉનાળુ પાકોની વાવણી શરૂ કરવી. વાવણી કરેલ પાકમાં આંતરખેડ તથા નિંદામણ કરવું તેમજ જમીનના પ્રત અને હવામાનને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું. જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા અને નીંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, ભૂસું, પરાળ અથવા પ્લાસ્ટીક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવો. ઉભા પાકોમાં રોગ-જીવાતના ઉપદ્રવનું નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં પાક સંરક્ષણના પગલા લેવા.

ઉનાળુ બાજરીના પાકમાં આટલું કરવું

જાતો: જીએચબી-526, જીએચબી-538, જીએચબી-558
વાવેતર સમય: વાવેતર ઠંડી ઓછી થતા 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કરવું. જોઈએ.
બીજનો દર: 4 કિ.ગ્રા/હેક્ટર,
વાવેતર અંતર: 45x 10સે.મી.
વાવતેર પદ્ધતિ: ધરું ઉછેર કરી 20થી 25 દિવસે ધરુંની ફેર રોપણી કરી વાવેતર કરવું જોઈએ.

રાસાયણિક ખાતર: 60-60-00 ના-ફો-પો કિ.ગ્રા./હેક્ટર પાયાના ખાતર તરીકે આપવું.
જૈવિક ખાતર: હાઈબ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં 200 ગ્રામ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પીરીલીયમ કલ્ચર વડે બીજ માવજત આપવામાં આવે તો ભલામણ કરેલ નાઈટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરનો અડધો જથ્થો બચાવી શકાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0