ભ્રષ્ટાચારી સરકાર સામે યુદ્ધ કોંગ્રેસ લડે તેવા આયોજન કરવામાં આવશે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા

July 13, 2022

— આવનારી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી યોજાઈ : 

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અને યુથ જોડો-બુથ જોડે વિશે ઉત્તર ઝોનનાં યુવા કોંગ્રેસનાં પ્રભારીએ માહિતી આપી હતી.જ્યાં યુથ કોંગ્રેસ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવશે

— તેમજ  દેશ વિરોધી તાકાત સામે કેવી રીતે લડવું તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી :

ગુજરાત કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દેશ વિરોધી તાકાત સામે લડવા માટે યુવાનો આગળ આવે અને યુથ જોડે-બુથ જોડે કાર્યક્રમને સફળ બનાવવા તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફોડવામાં આવી રહ્યા છે અને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે બાબતો યુવાનો વચ્ચે જઈને ઉજાગર કરશે તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કહ્યું હતું કે, વતર્માન સરકાર યુવા વિરોધી સરકાર છે. આજનાં સમયમાં યુવા પાસે નોકરી નથી અને સ્પર્ધાત્મક  પરીક્ષાનાં પેપર ફોડીને મળતિયાઓને નોકરી આપવામાં આવે છે
મોટા પાયે ભ્રસ્ટાચાર કરવામાં આવે છે તો તેની સામે લડવા માટે આયોજન કરવામાં આવશે. તેમજ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રમુખ સિધ્ધરાજસિંહ ચૌહાણએ હાકલ કરી હતી કે, બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે યુથ જોર લગાવશે અને ભાજપ સરકાર હિંદુ અને લઘુમતીને ઝગડાવામાં માને છે તેના લીધે દેશને ખૂબ જ નુકશાન પહોંચી રહ્યું છે આવનારી વિધાનસભાની ચુંટણીમાં દેશ વિરોધી, યુવા વિરોધી અને ખેડૂત વિરોધી ભાજપ સરકારને ઉખાડી દેવા માટે આહવાન કર્યું હતું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0