ટોકરીયા ગામના લોકો તલાટીથી કંટાળી તાત્કાલિક બદલીની કરી માંગ
ટોકરીયામાં તલાટીની દબંગાઈ ગ્રામજનોએ કર્યા ગંભીર આક્ષેપો
ટોકરીયા પંચાયતમાં તલાટીબેનની અનિયમિતતા પર ઉઠ્યા સવાલ
ગરવી તાકાત, પાલનપુર તા. 08 – પાલનપુર તાલુકાની ટોકરીયા ગ્રામપંચાયતમાં છેલ્લા કેટલાક સમય થી તલાટી કમ મંત્રી પોતાની ફરજને નેવે મૂકી મનફાવે તેમ પંચાયતના બારણાં ખોલતા હોયઅને પોતાની મરજી મુજબ બંદ કરે છે તેવું ગ્રામજનોએ મીડિયાને બોલાવી મીડિયા સાથે આધાર પુરાવા સાથે સંવાદ કર્યો હતો. ટોકરીયા ગ્રામપંચાયતમાં આજે તલાટી સરપંચ અને સભ્યોની સાધારણ સભા બંદ બારણે રાખવામાં આવી હતી ત્યારે તલાટી પર રોશે ભરાયેલા ગ્રામજનો આ સભામાં તલાટી ની પોલ મીડિયા સમક્ષ ખોલી હતી.
તલાટી દ્વારા કરવામાં આવતાભ્રષ્ટ વહીવટને લઈ ટોકરીયાના ગ્રામજનો નારાજગી વ્યક્ત કરતા મીડિયા સમક્ષ રોષ થાળવ્યો હતો અને આ તલાટી બેનની તાત્કાલિક બદલી કરવાની લેખિતમાં માંગ કરી હતી. વધુ માં પંચાયતના સભ્ય હિફજુ રેહમાન દ્વારા જાણવા મળેલ કે અમારા ગામના તલાટી આકૃતિબેન જોષી ગામના અરજદારો સાથે વ્હાલા દવાલાની નીતિ રાખી ગામની એકતા ડોહલવાનો પ્રયાસ કરેછે. જેથી ગામના લોકો ભાઈચારા થી રહેતા હતા એ આજે અંદરો અંદર લડી રહ્યા છે. ભાગલા પાડો…. અને રાજ કરો જેથી તાત્કાલિક તલાટીબેનની બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી.
ગામના સરપંચ શુ કહે છે
અમારી પંચાયતના તલાટી આકૃતિ બેન જોષી પોતાની મરજી પ્રમાણે આવે છે અને જાય છે. જેથી ગામના અરજદારોનું કામ થતું નથી. સરપંચ તરીકે મારી કોઈ વાત સાંભળતા નથી એમની મરજી મુજબ નિર્ણય લે છે. અને ગામમાં વિવાદ ઉભો કરેછે. ગ્રામજનોએ આ બેન પર જે આક્ષેપો કર્યા છે. તે સાચા છે. હું પણ સરપંચ થઇ ને આ તલાટીબેન ની બદલી થાય તેવું ઈચ્છું છું. જેથી ગામમાં એકતા જળવાઈ રહે.
પટાવાળા શુ કહે છે
તલાટીબેન મને ધમકાવીને ઓફિસ થી ૫૦ ફૂટ દૂર બેસવાનું કહે છે જેથી એમના ભ્રષ્ટ વહીવટની મને જાણ ના થાય. વારંવારજાતી વિરોધી અપમાનિત કરી ફરજ પરથી દૂર કરવાની ધમકી આપે છે.
ટોકરીયા ગ્રામપંચાયતના તલાટી પર કરવામાં આવેલા આક્ષેપોને સરપંચે પણ સાચા ગણાવ્યા છે. તો શુ કલેકટર કે જીલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરી કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
પત્રકાર જયારે આ બાબતે કેમેરા સમક્ષ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો બાબતે તલાટી બેનને પૂછતાં આ બેન કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને પોતાની ભ્રષ્ટાચારની કાળી ચિઠ્ઠી છુપાવવા પત્રકાર પર પણ ભડકી ઉઠ્યા હતા અને પત્રકારને આંટીમાં લેવાના પ્રયાસ કર્યા હતા.


