ગરવી તાકાત મહેસાણા : વિજાપુર મામલતદારે પાંચ મહિના પૂર્વે સીઝ કરાયેલા ચોખા અને ઘઉંના જથ્થાના લેબોરેટરી રિપોર્ટ બાદ વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધી ગ્રાન્ડ બંસરી હોટલ પાછળના ખાનગી ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન આ જથ્થો સીઝ કરાયો જેમાં ભેળસેળનો ખુલાસો થયો તત્કાલીન મામલતદારની ટીમે ગોડાઉનમાંથી કુલ રૂ.24,88,845નો જથ્થો સીઝ કર્યો જેમાં 10,600 કિલો ઘઉં, 25,415 કિલો સાદા ચોખા અને 4,140 કિલો ફોર્ટિફાઇડ ચોખાનો સમાવેશ થાય આ ગોડાઉન હિંમતનગરના સોહિલ નિજામુદ્દીન રાણાવાડીયા દ્વારા.

ભાડે રાખવામાં આવ્યું જે અનાજની ખરીદ-વેચાણનો વ્યવસાય કરે મામલતદારની તપાસમાં વેપારી સોહિલ રાણાવાડીયા દ્વારા વેપાર માટેના જરૂરી દસ્તાવેજો, ગોડાઉન ઉપયોગના પુરાવા, સ્ટોક રજીસ્ટર અને જાહેર સ્ટોકની વિગતો રજૂ કરવામાં આવી ન આથી શંકાના આધારે જથ્થા સાથે પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક પણ સીઝ કરવામાં આવ્યો સીઝ કરાયેલા અનાજના નમૂનાઓ પુરવઠા નિગમ, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા રિપોર્ટ અનુસાર, ઘઉં અને ફોર્ટિફાઇડ ચોખાના નમૂના FSSAI સ્ટાન્ડર્ડ પ્રમાણે પાસ થયા.

જોકે, સાદા ચોખાના નમૂનામાં ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ (FRK) દાણા મળી આવ્યા જે અનુચિત ભેળસેળ સૂચવે આધારભૂત પુરાવા મળતા, વર્તમાન મામલતદાર અતુલસિંહ ભાટીએ વેપારી સોહિલ રાણાવાડીયા સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો આ ગુનો ગુજરાત ચીજવસ્તુઓના વેપારીઓ હુકમ–1977 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–1955ની કલમ 3 અને 7 હેઠળ નોંધવામાં આવ્યો મામલતદારની આ કાર્યવાહીને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનાજમાં ભેળસેળ અને કાળા બજારખોરી કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી.


