ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની વાગડોદ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજોના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર 12 આરોપીઓને ઝડપી પાડ્યા આ તમામ આરોપીઓ સરસ્વતી તાલુકાના કાનોસણ ગામના રહેવાસી પકડાયેલા આરોપીઓમાં ઠાકોર જબ્બરસંગ ઉદાજી હેમાજી, ઠાકોર અલ્પેશજી દેવાજી નથાજી, ઠાકોર ભગવાનજી નરસંગજી ઝેણાજી, ઠાકોર કિરણજી નરસંગજી ઝેણાજી, ઠાકોર બહાદૂરજી ઉદાજી હેમાજી, ઠાકોર વિક્રમજી હરપાલજી ગજુજી, ઠાકોર દશરથજી સોવનજી અમથાજી,
![]()
ઠાકોર અર્જુનજી વિરસંગજી ચંદનજી, ઠાકોર ભગાજી પરબતજી નાગજીજી, ઠાકોર વદનજી સરતાનજી ગંભીરજી, ઠાકોર લગધીરજી ગેનાજી વણાજી અને ઠાકોર ભરતજી ચેહુજી છત્રાજીનો સમાવેશ થાય જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી સરહદી રેન્જ કચ્છ-ભુજના આઈજી ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ અપાઈ સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ.

વાગડોદ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી અને 114 હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા આ કામગીરીમાં વાગડોદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. બોડાણા, એએસઆઈ દિગ્વિજયસિંહ શંકરસિંહ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ હરગોવનભાઈ, હેડ કોન્સ્ટેબલ રોહિતકુમાર ફુલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ સરદારસિંહ જોડાયા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


