— અન્ડર બ્રિજનું એક રોડ બંધ :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેર તેમજ તાલુકામાં ચોમાસામાં અનેક નાના મોટા રોડો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે અને જેવું ચોમાસુ આવે તુરંત જ અનેક રોડમાં ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક અકસ્માતો પણ જોવા મળી રહ્યાં છે કડી શહેરના થોળ રોડ ઉપર આવેલ અન્ડરબ્રીજની બાદ છેલ્લા પંદર દિવસથી ખોદેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કડીના હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ ઉપર આવેલ અંડર બ્રિજનો
એક ભાગ પણ બંધ કરી દેતા ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે

તેમજ આ રોડ ઉપરથી વિરમગામ,સાણંદ અને અમદાવાદ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આરએનબીના અધિકારીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે CC રોડ બનાવવાનો હોઇ રોડના કામકાજમાં વાર લાગી રહી છે
— અંડરબ્રીજથી બાલાપીર ચોકડી સુધીનો રોડ તુટેલ હાલતમાં :
કડીના અંડરબ્રિજથી બાલાપીર ચોકડી નો પણ રોડ છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ તે રોડ ઉપર ગટરના કામકાજ માટે રોડ તોડી નાખવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા છ મહિનાથી હજુ સુધી રિપેર ન કરાતાં એક બાજુનો રોડ પણ હાલ બંધ હાલતમાં જોવા મળી જોવા મળી રહ્યો છે જ્યારે કડી શહેરના મુખ્ય રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં અને રિપેરિંગ હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રહીશો અને વેપારીઓ દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરવા હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું જોવા મળી રહ્યું નથી એકસાથે બે રોણું બંધ હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી રહી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી