સમગ્ર રાજ્ય માં દારૂ બંધી હોવા છતાં કડીમાં દારૂ નું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે ત્યારે કડીમાં બૂટલેગરોએ પોતાના આર્થિક ફાયદા અનુસાર અનેક ગામડાઓ માં દારૂ ની મોટા પાયે હેરાફેરી થતી જોવા મળી રહી છે ત્યારે કડી માં એક નવો કિસ્સો સામે આવ્યો છે બોલો કડીના આદુંદરા – નગરાસણ રોડ પર દારૂ ભરેલી ટ્રક પલટી મારી જતા લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની ખાલીને ખાલી વાતો થતીજ જોવા મળી.
આદુદરા થી નગરાસણ જતી દારૂ ભરેલ 407 અગમ્ય કારણોસર રોડ ઉપર ઉંધી પડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ 407 ઉંધી પડતા ચાલક ફરાર થયી ગયો. લોકોએ 407માં વિદેશી દારૂ જોતા પોલીસ પહોંચે ત્યાં સુધી અડધો દારૂ લૂંટી ગયા
કડી તાલુકાના આદુદરા થી નગરાસણ તરફ જતી વિદેશી દારૂ ભરેલ 407 ગાડી અગમ્ય કારણોસર ઉંધી પડતા ચાલક ગાડી મૂકી ફરાર થયી ગયો હતો.લોકોએ પલટી મારેલ ગાડીમાં વિદેશી દારૂ ભરેલ જોતા હાથમાં આવે તેટલો વિદેશી દારૂ ની લૂંટ મચાવી હતી.
આ પણ વાંચો – અરવલ્લીના માલપુરમાં રહસ્યમય હાલતમાં કિશોર અને કિશોરીની લાશ મળી આવતાં હડકંપ !
ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ ઉપર હોવાનું કડી તાલુકામાં બનેલ ઘટના થી જોઈ શકાય છે.ગુજરાતમાં રોકટોક વિના દારૂ વેચાય છે અને પીવાય છે તેનું વરવું ઉદાહરણ કડી તાલુકામાં જોવા મળ્યું હતું.લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરી 407નો ચાલક આદુદરા બાજુથી નગરાસણ બાજુ જઈ રહ્યો હતો ત્યારે અગમ્ય કારણોસર દેવીપૂજક બાબુભાઈના ખેતરની બાજુમાં આવેલ વળાંકમાં ગાડી પલટી ખાઈ ગયી હતી.પોલીસ પહોંચે ત્યાં સુધી લોકોએ વિદેશી દારૂ ભરેલ ગાડી પલટી ખાઈ ગયેલ જોતા જે હાથમાં આવ્યો તે વિદેશી દારૂ લોકોએ લૂંટ કરી ઘર ભેગો કરી દીધો હતો.કડી પોલીસ ને ઘટના સ્થળની માહિતી મળતા પોલીસે ત્યાં પહોંચી ક્રેનની મદદથી ગાડી સીધી કરી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
કડી પોલીસે વિદેશી દારૂ ભરેલ 407, GJ-01-CY-5897 નંબરની ગાડી અને રૂ. 3,90,564 ની કિંમત નો વિદેશી દારૂ સહિત કુલ રૂ.5,40,564 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વિદેશી દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાનો હતો તેની શોધખોળ ચાલુ કરી છે.