પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો…

February 14, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ.

Prantij Neighbour Arrested; Rs 12.34 Lakh Goods Seized | Lakhs Stolen From  Locked House

સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન, સોનાસણના ભુરીવાસમાં રહેતા 30 વર્ષીય રાજ ભૂપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી રાજે ચોરીની કબૂલાત કરતા જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના સગા-સંબંધીઓના સમૂહ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્યો બહાર ગયા.

તે સમયે તેણે પાડોશી સુનીલભાઈના ઘરે કોઈ હાજર ન હોવાથી ચાવી વડે તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી દાગીના ચોરી લીધા ચોરી કર્યા બાદ રાજ ફરી સમૂહ લગ્નમાં જતો રહ્યો અને સાંજે તેણે ચોરી કરેલા દાગીના તેના ફોઈના દીકરા પ્રતિકકુમાર દિલીપભાઈ પટેલને સાચવવા આપ્યા LCBએ રાજ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂ. 12,34,650નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મુદ્દામાલમાં સોનાના દોરા, મંગળસૂત્ર, વીંટીઓ, બુટ્ટીઓ, ડોકિયું, મગમાળા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય વધુ તપાસ માટે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0