સાંથલ પોલીસ સ્ટેશનના મારમારીના ગુનામાં પોલીસ પકડથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી લીધો
કડી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટીંગના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડ્યોં
Sohan Thakor – મહેસાણા તા. 12- મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એ.એન.દેસાઇના નેતૃત્વમાં પેરોલ પર છૂટેલા અને હાજર ન થયેલા તેમજ વિવિધ ગુનામાં કરી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. જેમાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે સાંથલ પોલીસ સ્ટેશન અને કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બે ફરાર આરોપીઓને દબોચી લઇ જેલમાં ધકેલ્યાં હતા.

મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ. એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, નરેન્દ્રસિંહ, જયદિપસિંહ, રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, જોરાજી સહિત અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રશ્મેન્દ્રસિંહ તથા મુકેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનના ઇપીકો 324,323,506 (2)114 મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝાલા અનુભા ઉર્ફે અરવિંદસિંહ સરદારસિંહ રહે. વિરસોડા તા. જોટાણાવાળો હાલમાં જોટાણા સર્કલ પાસે ઉભો છે જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફરાર આરોપીને કોર્ડન કરી દબોચી લીધા બાદ સાંથલ પોલીસને સોપ્યોં હતો.
આ ઉપરાંત મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટીંગના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને પણ દબોચી લીધો હતો. કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ કિરીટકુમાર તથા જોરાજીને સંયુક્ત બાતમી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટીંગના ગુનાનો ફરાર આરોપી ઠાકોર ધર્મેશ જવાનજી રહે. ફુલેત્રા ડેરીની બાજુમાં તા. કડીવાળો હાલ વૈજનાથ સોસાયટી બોરીસણા તા. કલોલ ખાતે તેના ઘરે હાજર હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઠાકોર ધર્મેશને ઝડપી પાડી કડી પોલીસને સોંપવામાં આવ્યોં હતો.


