મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે નાસતા ફરતાં આરોપીને ઝડપી લીધો

May 7, 2023

સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં શખ્સ નાસતો ફરતો હતો

પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મીઠા ચોકડી પાસેથી ફરાર આરોપીને દબોચ્યોં

Sohan Thakor – મહેસાણા તા. 07- સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતાં શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મીઠા ચોકડી પાસેથી દબોચી લઇ સાંથલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વચગાળાના જામીન પર છુટેલા અને હાજર ન થયેલ તેમજ પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં આરોપીઓને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેમાં મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, જાેરાજી સહિતનની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રશ્મેન્દ્રસિંહ તથા મુકેશકુમારને બાતમી મળી હતી કે,

સાંથલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પટેલ પ્રકાશ ઉર્ફે નાની મણીલાલ રહે. મીઠા ડેલોવાસ તા.જિ.મહેસાણાવાળો હાલમાં મીઠા ચોકડી પાસે ઉભો છે જેના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પટેલ પ્રકાશને ઝડપી સાંથલ પોલીસને સોંપ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0