મહેસાણા એલસીબીની ટીમે હત્યાના ફરાર આરોપીને પકડી ફરીથી નિજ સ્થળ મોકલી અપાયો

December 21, 2022
  • હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપતો આરોપી પેરોલ પર આવ્યાં બાદ પાંચ માસથી ફરાર હતો

ગરવી તાકાત, મહેસાણા- ૨૦૧૫માં સતલાસણા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાનો આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો જે વચગાળાની જામીન લઇ પંદર દિવસ માટે પેરોલ પર રજા લઇ આવ્યોં હતો. પરંતુ પેરોલની તારીખ પૂર્ણ થવા જતાં જેલમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાજર ન થઇ છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો જેને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ગામેથી દબોચી લઇ જ્યાંથી રજા લઇને આવ્યાં ત્યાં ફરીથી આરોપીને ઝડપી રવાના કરાયાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.પી.રાવની સૂચના મુજબ ગુનાના ફરાર આરોપીઓ અને પેરોલ ફર છુટી ફરાર થઇ ગયેલા આરપીઓને ઝડપી પાડવા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઇ કેશરીસિંહ, આશાબેન, દિલીપસિંહ, રાજેન્દ્રસિંહ, પિયુષભાઇ, મહેશભાઇ તથા સંજયભાઇ સહિતની ટીમને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નંબર એસ/૧૪૪૭૬ ના ઠાકોર કનુજી ગુલાબજી રહે. કાજીપુરા તા. સતલાસણા વાળો વચગાળાની રજા ઉપર આવેલ હતો અને છેલ્લા પાંચેક માસથી પોતાની પેરોલની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં નાસતો ફરતો હતો. જે હાલ તેના વતનમાં હાજર છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ કાજીપુરા ગામે ખાનગી વોંચ રાખતાં ઠાકોર કનુજી ગુલાજી રહે. કાજીપુરા તા. સતલાસણાવાળો મળી આવતાં તેને પકડીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યોં હતો.

જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલો ઠાકોર કનુજી ૨૦૧૫માં સતલાસણા પોલીસ સ્ટેશનના ખુનના કેસનો આરોપી હોઇ તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો દરમિયાન ૧૫ દિવસના વચગાળાની રજા ઉપર આવેલ હોઇ રજા પુરી થવા છતાં જેલમાં હાજર ન થતાં પાંચ માસથી ફરાર હતો જેને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0