મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારાધારા અંતર્ગત ગુનો નોંધાયો હતો
મહેસાણા પરા ટાવર સાર્વજનિક લાયબ્રેરી પાસે ઉભો હોવાની બાતમી મળી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 01 – મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા તેમજ પેરોલ પર છૂટેલા પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણિયાના નેતૃત્વમાં એએસઆઇ નિતીન સીતારામ, પોકો. જયેશકુમાર, ધર્મેન્દ્રકુમાર, સચિનકુમાર, જયદેવસિંહ, સંજયકુમાર, શક્તિસિંહ સહિતનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતો.
તે દરમિયાન અપોકો. જયેશકુમાર તથા ધર્મેન્દ્રકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતો આરોપી ઠાકોર અમરાજી પ્રતાપજી રહે. લાખવડી ભાગોળ તા.જી. મહેસાણાવાળો શખ્સ હાલમાં પરા ટાવર સાર્વજનિક લાયબ્રેરી પાસે ઉભો છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપ્યોં હતો.


