ગરવી તાકાત ગાંધીનગર : ચંડીસર GIDCમાં આવેલી શંકાસ્પદ ઘીની ફેક્ટરીના સીલબંધ ગોડાઉનને છ દિવસ બાદ ખોલવામાં આવ્યું ‘શ્રી સેલ્સ’ના માલિક ગેરહાજર રહેતા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી ફૂડ વિભાગે મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી કટર વડે ગોડાઉનના તાળા કાપીને તેને ખોલ્યું માલિક બે ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયો અને હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં જાણ પણ કરી.

છઠ્ઠા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો નિર્ણય લીધો મામલતદાર અને પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલીને તપાસ હાથ ધરવામાં આવી ગોડાઉનમાંથી ‘ઘૂમર’ નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ.

અને 200 ગ્રામના અલગ અલગ ટીનની ગણતરી કરવામાં આવી રહી ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હાલ તમામ અધિકારીઓની ટીમ દ્વારા આ શંકાસ્પદ ઘીના મામલે વધુ તપાસ ચાલી રહી ગણતરી પૂર્ણ થયા બાદ જ ઘીનો ચોક્કસ જથ્થો અને તેની કિંમત જાણી શકાશે.


