વેરાવળ તાલુકામાં 25 કૂતરાને કોથળામાં પુરી દંડા ફટકારી હત્યાં કરતાં ચકચાર

January 28, 2023

જીવદયા પ્રેમીઓએ આ ક્રુત્ય આચરનારા વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ

ગરવી તાકાત, વેરાવળ તા. 28- વિનાશકાળે વિપરિત બુદ્ધિ આ કહેવત તો તમે સાંભળી હશે…પણ વિકાશ કરે છે વિકૃત બુદ્ધિ આ નવી કહેવત હાલ ગુજરાતમાં બનેલી એક ઘટનાને સાર્થક કરે છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક વિકૃત યુવકોએ મળીને એવું કૃત્ય કર્યું છેકે, જેને સાંભળીને ભલભલાનું રદય પણ કાંપી જાય…શિયાળાની કડકડતી ઠંડીમાં આપણને સહેજ અમથો ધક્કો પણ વાગે તો આખો દિવસ દુખાવો રહેતો હોય છે. ત્યારે કેટલાંક વિકૃત યુવકોએ ગામના કૂતરાઓ અને તેમના બચ્ચાને કોથળામાં પુરી પુરીને પાઈપો-ડંડાઓ અને લાકડીઓથી મારી મારીને તેમને નિર્દયતાથી હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે.

ક્રૂરતાની હદ પાર કરતા કેટલાક લોકોનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં ગામમાં સમૂહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા નિર્દોષ શ્વાનોને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની ઘટના વેરાવળના આજોઠા ગામમાંથી સામે આવી છે. આ મામલે કેટલાક જીવદયા પ્રેમીઓએ આ ક્રુત્ય આચરનારા વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગામના યુવકોએ કૂતરાઓને શોધી-શોધીને 25થી વધારે કૂતરા અને તેના ગલુડિયાંને કોથળામાં પૂરી ફટકાર્યા હતા. અને ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી નાંખી…

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0