ગરવી તાકાત મહેસાણા તા.૭
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે જેને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના હૃદયના ધબકારા વધી જશે. કઇ બેઠક પર કયા પક્ષનું પલ્લુ ભારે જાેવા મળે છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. આજે સવારે તબક્કાવાર મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જ્યાં ઉમેદવારના સમર્થકો પોતાના ટેકેદારો સાથે ચાંપતી નજર રાખી જીતતાં ઉમેદવારના વરઘોડાના તૈયારીમાં લાગી જશે. કેટલીક બેઠકો પર બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં છે. ત્યારે બળવાખોર ઉમેદવારો તેમજ આમ આદમી પાર્ટી કોને નુકશાન અને કોને લાભ કરાવશે કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીના આ રણસંગ્રામમાં બરાબરની ટક્કર આપશે તે તમામ પ્રકારના લગાવવામાં આવતા ંઆકલન અને એક્સીટ પોલનો સાચા સાબિત થાય છે કે ખોટા તેનો તમામ પિક્ચર આજે કલીયર થઇ જશે. 
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બન્ને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂરી થઇ છે અને આજે ગુરુવારે મત ગણતરી હાથ ધરાશે. એકિઝટ પોલના આંકડા ભલે ભાજપને સતત સાતમી વખત સત્તા સ્થાને બેસાડવાના વર્તારો કર્યો છે. પરંતુ ૨૦૧૭ના પરિણામોમાં ૧૦ હજારથી ૩૦૦ મતથી હારજીત થયેલી ૬૦ જેટલી બેઠકો સાથે રર બેઠકો પર કોંગ્રેસ ભાજપના બળવાખોરો કોનો ખેલ બગાડશે એના આધારે કયો પક્ષ સત્તા સ્થાને બિરાજશે એ નક્કી થશે. ભાજપને પહેલા અને બીજા ચરણમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લગભગ ૧૯ જેટલી બેઠકો પર બળવાખોરોનો સામનો કરવો પડ્યો છે. એમાં મજબૂતાઇથી લડત આપી છે. કડી, મહેસાણા, વિજાપુર, વિસનગર જેવી બેઠકો પર ભાજપની જીત ૭૭૦૦થી ૧૧૬૦ મતની વચ્ચે રહી હતી. આ બેઠકો પર ૧થી પ ટકાં મતદાન નીચું રહ્યું છે અને ઉમેદવારોની પસંદગી સામે ભાજપમાં જ નારાજગી વધારે રહી હતી. પાટણ, માણસા, કલોલ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠક પર ઠાકોર, પટેલ, માલધારી સમાજના ઉમેદવારોનો પ્રયોગ કેટલો સફળ થશે એના પર ઉત્તર ગુજરાતમાં ભાજપની બેઠકો સ્પષ્ટ થશે.
સાબરકાંઠામાં જાેઇએ તો હિંમતનગરમાં ઉમેદવાર બદલવાના કારણે સ્થાનિક સ્તરે ઉભો થયેલો અસંતોષ અહીં મતદાનમાં સ્પષ્ટ જાેવા મળ્યોં છે. લગભગ ૬ ટકા જેટલું નીચું મતદાન રહ્યું છે. અલબત્ત, ભાજપની જીત અગાઉ ૧૭૦ મતની જ હતી. પ્રાંતિજ બેઠક ભાજપે ૨૫૦૦ મતથી જીતી હતી. પરંતુ આ વખતે ૪૫ ટકા નીચું મતદાન હારજીતના પરિણામો બદલશે કે જાળવશે અને કળવું મુશ્કેલ છે.


