કંપનીના માલિક તમે તો બહુ જબરા : PNCBOSA નામની પ્રોડક્ટ નું ઉત્પાદન કરતી ફેકટરી શીલ મારેલ કંપની ગેરકાયદેસર ચાલું કરી ધમધાવી

August 25, 2022

— કેમિકલ યુક્ત પાણી યોગ્ય જગ્યાએ નિકાલ નહિ કરતા પર્યાવરણ માં પ્રદૂષણ ફેલાવતાં લોકોમાં ભારે રોષ :

— નંદાસણ પોલીસ સ્ટેશન ના ડાંગરવા ગામમાં PNCBOSA નામની પ્રોડકટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી પાડતી મહેસાણા એસ.ઓ. જી. પોલીસ :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા માં આવેલ ડાંગરવા ગામે શીલ મારેલ કેમિકલ ફેક્ટરી કંપની ના માલિક શીલ તોડીને જાણે કોઈ ની બીક ના હોય તે રીતે કંપની ચાલું કરી ધમધાવી નાખી હતી. પરંતુ તંત્ર ને જાણ થતાં તાત્કાલિક ધોરણે કંપનીના ના માલિક સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી. મહેસાણા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ના માણસો નંદાસણ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડાંગરવા ગામની સીમમાં સર્વે નંબર 1979 ખાતા નં 839 ડાંગરવા થી ઘુમાસણ જવાના રોડ ઉપર ચારિયા વાળા આંટામાં રાજપુત નિલેશસિંહ હરિસિંહ રહે મહેસાણા મૂળ રહે. ભિંડ અટેર રોડ, મધ્યપ્રદેશ જે ગેરકાયદેસર ફેકટરી ચલાવી તેમાં PNCBOSA નામની પ્રોડક્ટ નું ઉત્પાદન કરી ખેતરમાં ફેક્ટરી નજીક ખાડો ખોદી ખાડાની અંદર દૂષિત પાણી નાખી તેના આજુબાજુના રહેતા રહેવાસીઓને સ્ક્રીન કેન્સર જેવા ગંભીર રોગ થવાની તેમજ માણસ તથા પશુ પ્રાણીઓ સંપર્કમાં આવવાથી નુકસાન થઈ જવાની ગંભીરાને ધ્યાનમાં રાખીને જેના કારણે પર્યાવરણ માં પ્રદૂષણ ફેલાવવાતા પર્યાવરણ પ્રેમિઓ રોષે ભરાયાં હતાં.
એસ.ઓ.જી.પોલીસના સ્ટાફના માણસો હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ફેકટરીમાં રેડ કરતા ફેકટરીના માલિક પણ હાજર મળી આવતા તેમને સાથે રાખી તપાસ કરતા ફેકટરી ની અંદર 1 મીઠા ભરેલ પ્લાસ્ટિકની સફેદ કલર ની બેગો નંગ 250 જેની કિંમત 37,500/- તથા PNCB નું કાચું મટીરીયલ ભરેલ સફેદ કોથળીમાં નંગ- 40 કિંમત 40,000/- ત્રણ લોખંડના મોટા ગોળાકાર ટાંકા જેમાં સલ્ફ્યુરિક એસિડ લિટર 10,000 કિંમત 40,000/- અને PNCBOSA ભરેલ સફેદ કલર ની અલગ અલગ મારકા વાળી પ્લાસ્ટિકની થેલીઓ નંગ 90 જેની કિંમત 1,80,000/- જે કુલ મળી 2,97,500/- નો મુદ્દામાલ કબજે કરવા આવ્યો હતો.
ફેક્ટરી ગેરકાયદેસર પાસ પરમિટ વગર તેનું ઉત્પાદન કરી કેમિકલ યુક્ત દૂષિત પાણીનું યોગ્ય નિકાલ નહીં કરી તેનું પાણી ખેતર ના ખુલ્લામાં ખાડો ખોદી તેમાં નાખી ખાડાઓ ખુલ્લા રાખી ત્યાં રહેતા આજુ બાજુના ખેતરના રહેવાસીઓ ને તથા પશુ પ્રાણીઓ ને સ્ક્રીન કેન્સર જેવા ગંભીર રોગ થવાનું તેમજ પાણી તેમજ હવાની અંદર તંદુરસ્તીને પ્રદૂષિત કરી ને જળાશયોમાં પાણીનો પ્રદૂષિત કરવાનો ધીકતો ધંધો કરવામાં આવતો હતો. અને ફેકટરી ના માલિક ના સામે પહેલા પણ આ ફેકટરી શીલ મારવામાં આવી હતી પણ ફેકટરી ના માલિક ને વટ ના માર્યા અમને ક્યાં કોઇ નો ડર છે
તેમ ફેકટરી ચાલુ કરી નાખવામાં આવી હતી અને આ ઘટના ની જાણ થતાં તાત્કાલિક ધોરણે મહેસાણા ના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાના જવાબદાર અધિકારીઓ ને ફોન મારફતે જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી ને તપાસ કરતા તારીખ 17-6-2022 થી જી.પી.સી.બી/એમ . એચ.સી.270 આઇ.ડી નં 34252 જે ફેકટરી પાણી પ્રદૂષણ નિવારણ હોવાને કારણે ફેક્ટરીના માલિકને ઉત્પાદન નહીં કરવા નોટિસ આપેલ અને કડી મામલતદાર સાહેબ ના મારફતે સિલ કરવામાં આવી હતી. ફેક્ટરી ના માલિકે જાણ બહાર ફેકટરી ચાલું કરી નાખવામાં આવી હતી .
જેના પગલે ફેકટરી ના માલિક રાજપુત નિલેશસિંહ હરિસિંહ રહે મહેસાણા તથા મૂળ રહે ભીડ અટેર રોડ, મધ્ય પ્રદેશ જેની સામે ગુન્હો નોધવામાં આવ્યો.અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાના અધિકારીઓ દ્વારા જરૂરી સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ગેરકાયદેસર ચાલી રહેલ ફેકટરી માંથી કુલ 2,97,500/- નો મુદ્દામાલ જપ્ત કરી ફેકટરીના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0