ગરવી તાકાત થરાદ : વાવ તાલુકાના ધરાધરા ગામેં તા 23 .7 .2022 રોજ વાવના ઇશ્વરીયા નજીક બાઈક સવાર મોહનભાઇ લવજીભાઈ ઠાકોર ધરાધરા વાળાનું ગાડીની ટકરથી મોત નીપજ્યું હતું જેમાં ગત રોજ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બેસણામાં શ્રધ્ધાંજલી આપવા પરિવારના દુઃખમાં સહભાગી થવા પહોંચ્યા હતા
જ્યાં પરિવાર સાવ ગરીબ હોવાના કારણે મૂર્તક મોહનભાઇને 6 દીકરીઓ 2 દીકરા છે મોટો દીકરો દિલીપ સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે નાના દીકરા અલ્પેશની ઉંમર માત્ર હજી ત્રણ વર્ષની છે ત્યારે વાવના ધારાસભ્ય દ્વારા બને દિકરાઓનો તમામ અભ્યાસ નો ખર્ચ ઉપાડવાની ખાત્રી આપી હતી આમ અગાઉ પણ વાવના ધારાસભ્ય દ્વારા કોરોના માં ઉંચોસણ ની માં વગરની દત્તક દીકરી લઈને ઠાઠ માઠ ધામ ધૂમથી લગ્ન કરાવ્યા હતા ત્યારે સાચા જન પ્રતિનિધિ તરીકે સાર્થક કર્યું હતું…
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ