અમીરગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ પકડથી લપાતાં છૂપાતા શખ્સને મહેસાણા એસઓજીની ટીમે દબોચી લીધો 

શેર કરવા અહીં ક્લિક કરો.

અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો હતો 

મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યોં 

ગરવી તાકાત, મહેસાણા તા. 02-( Sohan Thakor) બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો અને સીઆરપીસી કલમ 70 મુજબના ગુનામાં વોરંટ ઇસ્યુ થયેલ આરોપીને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડ્યોં હતો.

વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફર્લો પર જામીન પર છૂટી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પીઆઇ વી.આર.વાણીયાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ નિતીન, એ.હેકો. રાજસિંહ, અપોકો. ધર્મેન્દ્રકુમાર, જયદેવસિંહ, શક્તિસિંહ, પ્રદિપસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અપોકો. સચીનકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટના ગુનાનો આરોપી કેશરીસિંહ કિર્તિસિંહ ચૌહાણ રહે. સમરાપુરા દરબારવાસ, તા. સતલાસણાવાળો મહેસાણા જુના બસ સ્ટેન્ડ પાસે આવવાનો હોઇ જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ મહેસાણા જુના બસ સ્ટેન્ડ વોંચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન વર્ણન વાળો શખ્સ આવતાં જ તેને દબોચી લઇ જેલમાં ધકેલી અમીરગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.