દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો

April 2, 2024

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે રામપુરા નાની કેનાલ પાસેથી આરોપીને દબોચી લીધો

પ્રોહિબીશનના ગુનામાં કેટલાક સમયથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 02 -(Sohan Thakor) અમદાવાદ રુરલ જીલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે રામપુરા નાની કેનાલ પાસેથી ઝડપી પાડી અમદાવાદ રુરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, હેકો. રશમેન્દ્રસિંહ, મુકેશકુમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી

તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હેકો. રશમેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે અમદાવાદા રુરલ જિલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલો નાસતો ફરતો શખ્સ સોલંકી ગોવિંદ ઉર્ફે બગ્ગો કુબેરસિંહ હાલ રહે. બેચરાજી, પ્રાર્થના રેસીડેન્સી, એદલા રોડ, તા.બેચરાજીવાળો હાલમાં રામપુરા નાની કેનાલ પાસે ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0