પ્રેમીએ અશ્લીલ ફોટો વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદમાં યુવતીએ પ્રેમ સંબંધ રખવાનો ઇન્કાર કરતા પ્રેમીએ અશ્લીલ ફોટો વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. જાેકે મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી પ્રેમીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ કસ્ટડી દેખાતા આ યુવકનું નામ આકાશ અસર્ફિં છે. પરણિત હોવા છતાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

ઘટનાની વાત કરીએ તો અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અશોક અસર્ફિં નામનો યુવક તેને બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરે છે. જાે તેની સાથે સંબંધ નહિ બાંધે તો તેના અશ્લીલ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ કરી દેશે તેવો આક્ષેપ કરી રહ્યો છે. આ આક્ષેપોને લઈને મહિલા પશ્ચિમ પોલીસે આરોપી આકાશ અસર્ફિં વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી. યુવતી અમદાવાદમાં એક મોલમાં નોકરી કરે છે. ૨૦૧૮માં પોતાની મિત્ર દ્વારા આકાશના સંપર્કમાં આવી હતી. આકાશની ગુરુકુળમાં અસર્ફિં ગુલ્ફીની શોપ છે.

બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમસંબંધ બધાંયો પરંતુ આકાશ પરણિત હોવાથી યુવતી સંબંધ આગળ વધારવાનો ઇનકાર કર્યો. જેથી ઉશ્કેરાઈ જઈને આકાશએ યુવતીને ધમકી આપી કે અશ્લીલ ફોટો ઇન્ટરનેટમાં વાયરલ કરી દેશે. જેથી આકાશ જ્યારે પણ કહે પ્લાન છે ત્યારે યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ રાખવા માટે જવું પડતું હતું. આ પ્રકારે અનેક વખત આકાશે યુવતીનું શોષણ કર્યું. અંતે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં મહિલા પોલીસે યુવતીએ કરેલા આક્ષેપોને લઈને આરોપીની અટકાયત કરીને ક્રોરોના ટેસ્ટ કરાવીને નજર કેદ રાખ્યો છે. જ્યારે યુવતીનું મેડિકલ તપાસ કરીને આરોપીના મોબાઇલને હ્લજીન્ માં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.