Sohan Thakor – મહેસાણા તા. 02- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસા હેઠળના આરોપીને વડનગર તાલુકાના સુલતાનપુરા ગામેથી ઝડપી પાડી ભુજની પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યોં છે. પ્રોહિબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
મહેસાણા જીલ્લાના પ્રોહિબિશનની પ્રવતિ સાથે સકંળાયેલ ઇસમની વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેસાણાનાઓને મોકલવામાં આવેલ જે દરખાસ્ત અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મહેસાણાનાઓએ અસામાજજક પ્રવૃતિ આચરતા ઇસમના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોઇ જે પાસા વોરન્ટની બજવણી કરવા સુચના કરતાં PC રવિકુમાર તથા HC સનીકુમારને મળેલ બાતમી આધારે ASI બિપીનચંદ્ર, ડાહયાભાઇ, દિનેશભાઇ, અનિલભાઇ HC સનીકુમાર, તથા PC રવિકુમાર વગેરે એલ.સી.બી.ના માણસોએ પાસા વોરંટના આરોપી ઠાકોર મંગાજી ગંભીરજી ઠાકોર રહે. સુલતાનપુરા (મોતીપરુા) મોટો વાસ તા.વડનગર જી.મહેસાણાવાળાને તા.૦૧/૦૬/૨૦૨૩ નારોજ અટકાયત કરી પાલારા જેલ ભજુ ખાતે મોકલી આપેલ છે.