-> કડી સ્માર્ટ સિટી બની “ભુવા અને ખાડા નગરી”, તંત્રનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઇ ગયો :
ગરવી તાકાત મહેસાણા : કડીમાં હાલ વરસાદ પડતાની સાથે શહેરના અનેક મુખ્ય માર્ગો ખાડા રાજમાં ફેરવાઈ ગયા છે અને આ ખાડા રાજને કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે અને અનેક અક્સ્માતની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. પરંતુ કડીનું માર્ગ અને મકાન વિભાગનું તંત્ર અને તેમનાં રોડ કોન્ટ્રાકટરોનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. કડીમાં ઠેર ઠેર પડેલ ખાડામાં પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કામગીરી જાણે દેખાવ પૂરતી હોય અને સરકારી તિજોરીને નુકશાન પહોચતી કામગીરી જોવા મળી હતી. અહીં એક બાજુ વરસાદ વરસી રહયો છે તો બીજી તરફ રોડ ઉપર પડેલ ખાડામાં ડામરનો કાચો માલ નાખીને તેને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ખાડા પુરવાના અમુક કલાકો પછી ફરીથી વરસાદ વરસતાં તમાંમ ખાડા પુરેલ ધોવાઈ ગયા અને ફરીથી ખાડા રાજ જોવા મળ્યું હતુ. ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા અને કાદવ કિચ્ચડ ઉપર પડેલ ખાડાઓને રસ્તો બનાવવામાં આવ્યો છે.

ચાલુ વરસાદમાં કામગીરી કરતા રોડની ગુણવત્તા પર સવાલ અનેક ઉઠ્યા છે. તંત્ર પાણીની જેમ રૂપિયા વહાવ્યા પછી પણ સરખું કામ નથી કરતું અને ગમે તેને કોન્ટ્રાક્ટ આપીદે છે. જેનું પરિણામ આ ચાલુ વરસાદે કામગીરના દ્રશ્યો છે. ત્યારે આશા રાખીએ, બીજી કોઈ જગ્યાએ આવી કામગીરી થાય તો જનતા પહેલા તંત્ર જાગશે અને કામ અટકાવશે. હાલ કડીમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાલુ વરસાદે રોડ ઉપર પડેલ ખાડાઓ પુરવાનુ કામ શરૂ કરી નાખવામાં આવ્યું છે. અને જનતાના પૈસા પાણીમાં જતા જોવા મળ્યા. ચાલુ વરસાદે તમે ક્યાંય રોડ ઉપર ખાડા પુરવાનું કામ જોયું છે. ન જોયું હોય તો આપણા કડીમાં સામે આવેલા દ્રશ્યો જોઈ લ્યો. તમે ખુદ પણ આ દ્રશ્યોમાં ચાલું વરસાદે રોડ ઉપર ખાડા પુરવાની કામગીરીને જોઈ શકો છો. જોકે કેટલાક સ્થાનિકોએ આ કામગીરીનો વીડિયો બનાવ્યો. રોડ કોન્ટ્રાક્ટર ખાલીને ખાલી આમાં કામગીરી બતાવવા પુરતી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અને આને કામગીરી કરવામાં આવી છે તેમાં ફક્તને ફક્ત ઓછી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. અહીં ચાલુ વરસાદે રોડ ઉપર પડેલ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી છે તેની તેની ગુણવત્તા શું..? ડામર ચોટે જ કેવી રીતે..? સરકાર વિકાસ માટે પૈસા તો ફાળવી દે છે. પરંતુ તેના નીચે ના અધિકારીઓ અને કોન્ટ્રાકટરરો પોતાની મનમાની મુજબ કામગીરી કરતા જોવા મળી રહ્યાં છે. વરસાદના કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રિ મોન્સુન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ચૂક્યા છે. જેના કારણે કડી હવે ભુવાનગર તરીકે નવી ઓળખ બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકામાં આવતું કડી અને જવાબદાર તંત્રએ પ્રિ મોન્સુન એક્શન પ્લાન બનાવી દીધો હતો. પણ વરસાદના લીધે આ સમગ્ર એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઈ ગયો છે.


