અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાત ઉપર મંડરાઈ રહેલા વાવાઝોડાનુ સંકટ ટળ્યુ, પાકીસ્તાન તરફ ફંટાયુ

September 30, 2021

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જાેવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.

ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી. હવામાન વિભાગે માહિતી આપી કે, અરબ સાગરમાં ‘શાહીન’ નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જાે કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જાેવા મળશે.

આ પણ વાંચો – નર્મદા યોજના અંતર્ગત ગુજરાતને પાડોશી રાજ્યો બાકી નીકળતા રૂપીયા ચુકવી નથી રહ્યા !

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ હવે શાહીન વાવાઝોડાનું સંકટ માથે મંડરાઈ રહ્યુ હતું. પણ હવે અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ છે. જાેકે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે. આજથી ત્રણ દિવસ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલુ જ નહિ, આ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જેની રફ્તાર 80 થી 90 કિમી સુધી પણ જઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તોફાની પવન અને વરસાદને કારણે તમામ રાજ્યોના તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ગુજરાતના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવા કોસ્ટગાર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે. આગામી 24 કલાક ગુજરાતના માથા પર વરસાદનું સંકટ રહેશે. દક્ષિણ અમદાવાદમાં અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

(એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
10:02 am, Dec 9, 2024
temperature icon 19°C
clear sky
Humidity 19 %
Pressure 1017 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 1%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:11 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0